આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદી મોંઘી થઈ સોનુ ખરીદવામાં લાંબી લાંબી લાઈન ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

આજે ગ્લોબલ માર્કેટમાં આવેલ ગિરાવટને કારણે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. આજે સોનાની કિંમત 52 હજારથી નીચે જોવા મળી ત્યાં સામે વધતી ચાંદીની કિંમત આજે 57 હજારને વટાવી ગઈ હતી. એક સમયે ચાંદીની કિંમત 61 હજારને વટાવી ગઈ હતી પણ તેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો હવે ફરી થોડો વધારો જોવા મળી રહ્યો છે.

સોનાની કિંમત મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 30 રૂપિયા ઘટીને 51,844 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,793 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.06 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત સોનાથી ઊંધું આજે સવારે ચાંદી ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 50 રૂપિયાથી વધીને 57,414 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 57,398 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં વધારાને કારણે કિંમત 57,400 પર પંહોચી હતી. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.09 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.

ગ્લોબલ માર્કેટગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,772.72 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.14 ટકા ઓછી છે. સોનાની કિંમત ઘટાડા સાથે ચાંદીની હાજર કિંમત પણ $19.88 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.20 ટકા ઓછી છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.

વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સોમવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આજે જ્યાં સોનાનો ભાવ 52 હજારની આસપાસ હતો તો ચાંદી 57 હજારથી ઉપર પહોંચી ગઈ છે. આજે સોનામાં 51,793 રૂપિયાના સ્તરે ટ્રેડિંગ શરૂ થયું હતું, માંગમાં વધારો થવાને કારણે ભાવ ટૂંક સમયમાં 51,800ના સ્તરને વટાવી ગયા જે 52000 ઉપર પહોંચ્યા હતા. ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે વધારો નોંધાયો છે. અગાઉ ચાંદીમાં કારોબાર રૂ. 57,398ના સ્તરે ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં ભાવ ઉપર એક નજરઆજે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેનની તંગદિલી ઓછી ન થતાં સોનાના ભાવ ફરી એક વખત દબાણ હેઠળ છે. યુએસ માર્કેટમાં આજે સોનાની હાજર કિંમત 1,772.72 ડોલર પ્રતિ ઔંસ હતી જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.14 ટકા નીચી છે. એ જ રીતે ચાંદીના હાજર ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની હાજર કિંમત 19.88 ડોલર પ્રતિ ઔંસ છે. આનો અર્થ એ થયો કે તેના ભાવ અગાઉના બંધ ભાવ કરતાં 0.20 ટકા ઓછા છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છોતમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *