ગુજરાતમાં આજનો દિવસ છે ખૂબ જ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં તૂટી પડશે તોફાની વરસાદની આગાહી ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમ સપાટી 334.71 છે જ્યારે ડેમનું રૂલ લેવલ 335 છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે.

પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે. રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે.

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે. સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય

તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ભારેથી લઈને અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે અત્યારે અરબી સમુદ્રની અંદર લોકેશન ની સિસ્ટમ સક્રિય થઈ છે . તેના કારણે માછીમારોને દરિયો ના ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સાથે રક્ષાબંધનનો દિવસ એટલે કે ગઈકાલે 11 ઓગસ્ટના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો

તેવામાં આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ તેઓ જ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણા બે પ્રમાણે રહ્યું છે કે કચ્છ દાહોદ પંચમહાલ મહીસાગર ની અંદર ભારેથી લઈને હતી ભારે વરસાદની મોટી આગાહી કરી દેવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર સુરત નવસારી ડાંગ વલસાડ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આ સિવાય વાત કરવામાં આવે તો ડાંગ નવસારી ગીર સોમનાથ જુનાગઢ વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ પોરબંદર અમરેલી દિવ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટે ઉદેપુર નર્મદા ભરૂચ ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અત્યારે અરબી સમુદ્રની અંદર એક સાથે બે લોકેશન ની સિસ્ટમ સક્રિય થવાને કારણે આજે એટલે કે 12 મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની લઈને ખૂબ જ મોટી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે બંગાળની ખાડીની અંદર સર્જાયેલો વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગની અંદર પહોંચી ગયું છે સાથે સૌરાષ્ટ્રના ઉત્તર અને પૂર્વ અરબી સમુદ્રની ઉપર એક નવી લો પ્રેશર ની સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે આવનારા 48 કલાક આ લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે

આ બંને સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બહાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને ઘણા જિલ્લાઓ ની અંદર ભારે વરસાદને લઈને મહેસાણા પાટણ અરવલ્લી જિલ્લાની અંદર પણ મોટી આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 11 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ ના હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આગાહી બાદ તંત્રમાં આવી ગયું છે જેને લઇને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ જણાવવામાં આવ્યું છે તેમજ વહેતા નદીના નાાળા માંથી પસાર ન થવું અને નદી તેમના પટમાં અવર જવર ના કરવા માટેની પણ અપીલ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *