ગુજરાતમાં હવે થઈ જાવ સાવધાન શનિવારે અને રવિવારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે ગજબના વરસાદને લઈને મોટી આગાહી

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વડોદરા છોટે ઉદેપુર દાહોદ પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા અમદાવાદ શહેરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ જ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે

અને પૂર્વાનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.અમદાવાદમાં કેટલાક દિવસના વિરામ પછી ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે તેમાં બુધવારે સાંજે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને ઉત્તર ઝોનમાં છ થી દસ વાગ્યાની આસપાસ મતલબ કે ચાર કલાકમાં કોતરપુર માં ત્રણ ઇંચ અને નરોડામાં સવા

બે ઇંચ અને નિકોલમાં પોણા બે ઇંચ વરસાદ તૂટી પડવાના કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.જેના કારણે લોકોને નોકરી ધંધાને ઓફિસે જવામાં ભારે મુશ્કેલીઓનો અને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પૂર્વ અને ઉત્તર ઝોન માં આવેલા કોતરપુર, સરદાર નગર અને નરોડા અને રામોલ, વિરાટ નગર, નિકોલ,

બાપુનગર અને ઇન્ડિયા કોલોની અને નવા નરોડા, વસ્ત્રાલ અને ઠક્કર નગર ઉપરાંત ઘણા વિસ્તારોમાં લોકોના મકાનને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે પૂર્વ પટ્ટાના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યાર સુધીમાં મોસમનો 704.53 મીમી એટલે કે 27.75 ઇંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં

મોહંતીએ વીડીયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે જ્યારે આખા ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના સાવ નહિવત પ્રમાણમાં છે તેવું પણ અંબાલાલ પટેલ નું જણાવવું છે ને આગામી 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદ વરસે તેવી શક્યતા છે

કાનપુરમાં ભારે વરસાદઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કાનપુરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે અનેક વાહનો ચાલકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. સોસાયટી, ઘરો અને દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. કાનપુરના સર્વોદયનગર, વિજયનગર ગલ્લા મંડી, આરટીઓ રોડ, પાંડુનગર, જેકે મંદિર રોડ સહિતના વિસ્તારોમાં ગૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.

રાજસ્થાનના સિરોહીમાં ધોધમાર વરસાદરાજસ્થાનના સિરોહી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્વરૂપગંજમાં અચપુરા નદીના ધસમસતા પ્રવાહમાં એક રીક્ષા અને બાઈક તણાવવા લાગી હતી. ગ્રામજનોએ મહામહેનતે રેસ્ક્યૂ કરી ઓટો ચાલક અને બાઈક ચાલકને બચાવ્યો હતો. જો કે ઓટો અને બાઈક પાણીના ધસમસતા પ્રહાવમાં તણાઈ ગઈ હતી. માઉંટ આબૂમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *