ગુજરાતમાં તોફાની વરસાદની લઇને કરવામાં આવી મોટી આગાહી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને આગાહી ગુજરાતમાં શું વાવાઝોડું આવશે?
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ઘણી જગ્યા ઉપર ભારેથી લઈને અતી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ઘણી જગ્યા ઉપર ખૂબ જ મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સુરત અમદાવાદ રાજકોટ બરોડા તેમના નવસારી ડાંગ જિલ્લાઓની આસપાસના વિસ્તારની અંદર આજ વહેલી સવારથી જ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યની અંદર અવિરત ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારે તોફાની પવન અને વાવાઝોડા જેવા પવનને લઈને ગુજરાતનો 1600 km નો દરિયો હવે ગાંડો તુર બન્યો છે. તમને જણાવી દઈએ કે સો સો કિલોમીટરનો દરિયો હવે ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયા કિનારાની નજીક આવેલા ગામોને પણ એડ કરી દેવામાં આવ્યા છે તેમાં દરિયા કિનારાના કાંઠે 15 15 ફૂટ જેટલા ઊંચા ઊંચાઈ રહ્યા છે અને તોફાની દરિયો બંધ થા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે
વલસાણા દરિયા કિનારે તોફાની માહોલ સર્જાયો છે. દરિયાના પાણીએ અનેક જગ્યા ઉપર કિનારાને પણ વટાવ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનને કારણે દરિયા કિનારાના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે તેમજ ગામની શેરીઓ પણ અને લોકોના ઘરની અંદર દરિયાના પાણી ઘૂસી ગયા છે. વલસાડ નજીક આવેલા આતી ગામની અંદર વરસાદ કે નદીનું નહીં પરંતુ દરિયાના પાણીને કારણે પુર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે
ગીર સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બન્યો હતો અને ભારે પવનની સાથે સાથે 15 15 ફૂટ જેટલા ઊંચા પણ ઉછળી રહ્યા છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતાની સાથે 50 km ની ઝડપાઈ રહ્યો છે જેને લઇને માછી મારો ના પણ જીવતા ચોંટી ગયા છે તેમજ અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાય થઈ ચૂક્યા છે. અરબી સમુદ્રની અંદર પણ ભારે કરંટ ને કારણે અનેક બોટ ને પણ નુકસાન થયું છે.
નર્મદા નદીની સપાટીની અંદર દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે તેમાં અત્યારે નર્મદા નદીની જળ સપાટી 1374 મીટર ની આસપાસ છે તેમજ મધ્યપ્રદેશની અંદર પણ સારા વરસાદે કારણે આ વર્ષે ડેમની અંદર સંપૂર્ણપણે ડેમ ભરાઈ જવાની પણ શક્યતાઓ છે તેમાં ડેમની મહત્તમ સપાટી 138.67 મીટર છે તે હવે 5.94 મીટર જ બાકી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ ઉકાઈ ડેમમાંથી તાપી નદી ની અંદર પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે બેહવા લાગી
બારડોલી ની અંદર આવેલા હરીપુરા નો લો લેવલ પાણીની અંદર ગડકાવ થઈ ગયો હતો અને બાર જેટલા ગામો પણ બારડોલી ની અંદર આવેલા મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા બન્યા છે સાથે મહિસાગર જિલ્લાની અંદર આવેલા કડાણા ડેમનું લેવલ પણ 396 પાર 04 ખૂટે પહોંચી ગયું છે અને ખાનપુર તાલુકાના ભાદર ડેમની સપાટી 119.90 મીટર ની આસપાસ પહોંચી ચૂકી છે તેમાં ઉત્તર ગુજરાતની અંદર ધરોઈ ડેમ ની અંદર પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે ૬૦૫.૯૦ ની સપાટી પહોંચી ચૂકી છે
વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. દરિયો ગામમાં ઘૂસી જતા લોકોના ઘરો તૂટ્યા હતા. ઘરોમાં પાણી ઘુસતા રસ્તા પર હોડીઓ ફરતી થઈ છે. છેલ્લા ઘણા સમયથી વલસાડના દાતી સહિત 3 થી 4 ગામોમાં દરિયો તબાહી મચાવી રહ્યો છે. ગામ લોકો દ્વારા અનેક વાર તંત્ર અને નેતાઓને રજુઆત કરાઈ છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે લોકોની સામે સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
વલસાડના કાંઠા વિસ્તારમાં ફરી ભરતીના પાણીથી તબાહી સર્જાઈ છે. વલસાડ તાલુકાના દાતી સહિત 4 ગામમાં દરિયાનું પાણી ઘુસી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. દાંતી ગામની બાજુમાં નદી માંથી દરિયા કિનારેથી રેતી ખનનનું ગેરકાયદેસર ચાલતું મસ મોટું રેકેટ આજે કાંઠા વિસ્તારના લોકો માટે આફત બનીને સામે આવ્યું છે.
રેતી ખનનને લીધે દાતી ગામે બનાવેલ પ્રોટેક્શન વોલ દરિયાના પ્રચંડ મોજામાં તૂટી જતા હાલ દરિયાનું પાણી ગામોમાં ઘૂસે છે અને તબાહી મચાવે છે. ચોમાસાની સિઝનમાં દરિયામા આવતી ભરતી ગામ લોકો માટે દહેશતનો માહોલ ઉભો કરે છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને લઈ દરિયો તોફાની બનતા કાંઠા વિસ્તારના ગામો માટે આફત બન્યો છે. લોકો બે દિવસથી પોતાના ઘરોમાં ખાવાનું સુધ્ધાં બનાવી શકયા નહીં.
વડોદરામાં લોકો કેમ નથી લઈ રહ્યા કોરોનાનો બૂસ્ટર ડોઝ! આ રહી સૌથી મોટી હકીકતજૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસાથી લઈ આજ સુધી આવેલી મોટી ભરતીમાં દાંતી, ભાગલ, સહિત અન્ય 2થી 3 ગામોમાં દરિયો અંદર ઘૂસ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલતી મોટી ભરતીમાં લોકોના મકાનો તૂટ્યા છે. 10થી વધુ મકાનો જમીનદોશ થયા છે,
તો લોકોના ઘરવખરીનો સમાન સહિત ઘરો ભારે નુકશાન થયું છે. 100થી 150 જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને કાંઠા વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે. અને તેમને પોતાના ઘરમાં જ રહેવા અને જમવા માટેના કોઈ સાધન સામગ્રી બચી નથી. બીજી બાજુ બે ત્રણ દિવસ સુધી વીજળી પણ ડુલ થઈ જાય છે.
અગાઉ વલસાડના કાંઠા વિસ્તારના નાની દાંતી, મોટી દાંતી, ભાગલ, દાંડી સહિતના ગ્રામજનોએ સરકારી તંત્રને આ બાબતે અવાર નવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતોને ધ્યાનમાં નહિ લેવાતા ફરી આ કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના મંજરો જોવા મળ્યા છે.
છેલ્લા બે દિવસથી ચાલતી દરિયાની મોટી ભરતીના પાણી એટલા પ્રચંડ વેગ થી દરિયા માંથી આવી રહિયા છે કે, લોકોના ઘરોમાં આશરે બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, અને ઘરમાં મૂકેલા સમાન અને રસોઈ બનાવવાના સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. આટલી ગંભીર પરિસ્થિત સર્જાયા બાદ સતાધીશોના પેટનું પાણી હલતું નથી. જેને લઇને કાંઠા વિસ્તારના લોકો જનજીવન પર માઠી અસર પડી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.