ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી મંગળવારે આ આ પાંચ જિલ્લાઓમાં આપવામાં આવ્યું રેડ એલર્ટ , ભારે પવન સાથે અવિરત તોફાની વરસાદની કરાઈ મોટી આગાહી સુરત અમદાવાદમાં રેડ એલેટ આપ્યું

જ્યાર થી આ ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી હવામાનવિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વારંવાર વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. તેમજ વિભાગ દ્વારા અવારનવાર વરસાદને લઈને મહત્વપૂર્ણ નિવેદન પણ આપવામાં આવે છે. પ્રમાણે ૧૫ જુલાઈએ રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાત રાજ્યના છ જેટલા જિલ્લાઓની અંદર રેડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે

આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ઘટશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે તમારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર આવેલા ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પંચાગ તેમજ સાબરકાંઠા મહેસાણા ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં તેમજ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ની અંદર જાહેર કરવામાં આવ્યું છે તેમજ આટલા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ની અંદર પણ આજે ના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જામનગર અને રાજકોટની અંદર પણ યેલો એલર્જી જાહેર કરવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર સારામાં સારા વરસાદી માહોલને કારણે ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે

દક્ષિણ ગુજરાતની અંદર આજે નવસારી અને ડાંગ જિલ્લાની અંદર રેડ આપવામાં આવી છે ત્યારે વલસાડ તાપી અને સુરતની અંદર પણ આપવામાં આવ્યું છે અને નર્મદા અને ભરૂચ ની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર આવેલા બનાસકાંઠા અરવલ્લી ની અંદર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના અનેક સ્થળો ઉપર છૂટક છવાયો વરસાદ પડશે

આવતી કાલથી રાજ્યની અંદર વરસાદની જોડ ધીમે ધીમે ઘટવા લાગશે અને નવા રાહુલની વિશે વાત કરવામાં આવે તો આવનારી 26 અને 27 તારીખના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતની અંદર ઘણી જગ્યા ઉપર ભારે પડશે પડી શકે છે. 30 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદી માહોલ શરૂ થશે તેમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર 26 તારીખે લઈને 27 તારીખ સુધીમાં ભારે પવન ફુગાવાની પણ શક્યતા છે

ઉકાઈ ડેમની જળસપાટીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉકાઈ ડેમ ની સપાટી રૂલ લેવલને પાર થઇ ગઈ છે. ઉકાઈ ડેમનું ચાલુ માસનું રૂલ લેવલ 335 ફૂટ છે.હાલ ડેમની સપાટી 335.60 ફૂટ પર પોહચી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 1 લાખ 36 હજાર 683 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉકાઈ ડેમના 12 દરવાજા નવ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી 1 લાખ 84 હજાર 660 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તાર ને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યાં છે.

ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદ ને પગલે છેલ્લા ચાર દિવસથી ડેમના દરવાજાઓ તબક્કાવાર ખોલીને પાણી છોડવાની તજવીજ હાથ ધરી હતી, આજે ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીનો આવરો આવતા ડેમના 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને પાણી સતત છોડાઈ રહ્યું છે, જેને પગલે ડેમના ડાઉન સ્ટ્રીમ તાપી નદીની આસપાસના ગામો સહિત સુરતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી આવતા ડેમની સપાટી ઓગસ્ટ માસના રુલ લેવલ 335 ફૂટને પાર કરી જતા ડેમના સત્તાધીશોએ પાણી છોડવાની ગતિવિધીને વધુ તેજ કરી છે. ડેમના

22 દરવાજાઓ પૈકી 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને 1.82 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામોના લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીની આસપાસના વિસ્તારના સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

પાંચ દિવસ વરસાદની આગાહીરાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદની 35 ટકા જેટલી ઘટ છે. હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *