ગુજરાતમાં આગામી 5દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ની આગાહી હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 8 ઓગસ્ટ એ અમદાવાદમાં)ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન70 ટકા વરસાદ થવાની શક્યતા છે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. ઉપરાંત હળવો વરસાદ થશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ વરસાદની 60 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પહોંચી સવારીભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં ) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ શહેરમાં 80 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાંડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 26 રહેશે.તેમજ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાનખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દિવસ દરમિયાન 70 ટકા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાંન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.જ્યારે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાસૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 જોવા મળશે.તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

સુરેન્દ્રનગરમાં( ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તો હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *