ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદ અને સુરત માં ભાઈ થી અતિ ભારે વરસાદની આગાહી , છેલ્લા આઠ વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા એટલા ઇંચ વરસાદ વરસાવ્યો કે જોઈને એકવાર તો તમે પણ સ્તપધ થઈ જશો…
હાલ મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે, અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. તો દરિયાકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી જાહેર કરી છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
લાંબા વિરામ બાદ સુરત શહેરના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં વલસાડ તાપી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.
જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. બારડોલીમાં 71 મીમી વરસાદ થયો છે. મોહવામાં 57 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં 21મી વરસાદ નોંધાયો છે. જ્યારે કામરેજમાં ચાર મીમી વરસાદ નોંધાયો છે.
ઉમરપાડામાં 89 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં મેઘરાજાની કૃપા વરસ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ભારે થતી હતી. ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આવવામાં વિભાગે મોટી આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતનાં જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે.
તે ઉપરાંત મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાં જ 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો.
આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં 137 ટકા, દક્ષિણ ગુજરાતમાં મોસમનો 95 ટકા, સૌરાષ્ટ્રમાં 78 ટકા, ઉત્તર ગુજરાતમાં 76 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ નોંધાયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.