ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની મોટી આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાય લો પ્રેશર ને કારણે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં જગત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તે સાથે જ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર માં ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે.

આજના હવામાન વિભાગની માહિતી અનુસાર 23 ઓગસ્ટે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહત્તમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ સામાન્ય વરસાદ થશે.

અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 32 રહે છે. ત્યાં પણ હવામાન વિભાગે હળવેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં સામેલાધાર વરસાદ ખાબક્યો છે. અને હજુ આગામી દિવસોમાં પણ સતત વરસાદ શરૂ રહેશે. છેલ્લા અઠવાડિયા થી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 અને 25 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

બંગાળની ખાડી માં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.

આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂમહત્વનું છે કે, વરસાદની આગાહી વચ્ચે આજ રોજ સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ઈડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ જો વરસાદ યથાવત રહેશે તો જિલ્લાના તમામ જળાશયો છલકાશે.

માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદબીજી બાજુ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે બનાસ નદીમાં પાણી આવશે. આથી, દાંતીવાડા ડેમની સપાટી વધવાની શક્યતાના કારણે ડેમ પર વ્હાઇટ સિગ્નલ જાહેર કરી દેવાયું છે. ડેમની નીચેના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. તેમજ નદીમાં પણ અવરજવર ન કરવાની અપીલ કરાઈ છે. મામલતદાર અને TDO તેમજ તલાટીઓને પણ એલર્ટ કરી દેવાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં પડશે સારો વરસાદહવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ પડશે. તો બીજી બાજુ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ થશે.

લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે વરસાદના જોરમાં થશે વધારોજ્યારે આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જો કે તેમ છતાં લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ હોવાના કારણે વરસાદના જોરમાં વધારો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *