ગુજરાતમાં મોંઘવારી મારી નાખશે! છેલ્લા 2 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં કયો આટલો વધારો,આજથી નવો ભાવ લાગુ જાણો

આમ જનતા પર ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 87.38 રૂપિયા થયો છે.

અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 85.89 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 1.49 રૂપિયા વધારી છે. જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે.

કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.

હજુ તો રાજ્યમાં 2 દિવસ પહેલાં જ અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 1.99 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. જેથી CNGનો ભાવ વધીને રૂપિયા 85.89 થઇ ગયો હતો. ત્યારે આજે એકવાર ફરી અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1.49નો વધારો ઝીંક્યો છે. આથી, હવેથી અદાણી CNGનો નવો ભાવ વધીને 87.38 રૂપિયા થઇ ગયો છે. આમ, અદાણીએ છેલ્લા બે જ દિવસમાં રૂપિયા CNGના ભાવમાં રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે. આથી જનતાને હવે રોવાના દહાડા આવશે તેવું દેખાઇ રહ્યું છે.

છેલ્લા 2 જ દિવસમાં CNGના ભાવમાં રૂપિયા 3.48નો ભાવ વધારોમહત્વનું છે કે, દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, CNG, રસોઈ ગેસ, શાકભાજી અને દૂધ સહિત ખાવા-પીવાની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે અદાણી છેલ્લા 2 દિવસમાં CNGના ભાવમાં બે વખત ભાવવધારો કર્યો છે.

ગઇકાલે જ PNGમાં પણ રૂ. 89.60નો ભાવવધારો ઝીંકાયો હતોઆ સિવાય અદાણીએ હજુ તો ગઇકાલે જ PNGમાં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો હતો. જે ભાવ ગઇકાલથી લાગુ થઇ ગયો છે. અદાણી PNGનો નવો ભાવ 1.50 MMBTU સુધી વપરાશ પર રૂપિયા 1514.80 નવો ભાવ લાગુ થશે. 1.50 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા નવો ભાવ લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, અદાણી ગ્રુપ દ્વારા હજુ તો 2જી ઓગસ્ટે જ CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માત્ર 2 જ દિવસમાં ફરીવાર અદાણીએ CNGના ભાવમાં રૂપિયા 1.49 નો ભાવવધારો કરતા સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. CNGનો આ નવો ભાવ આજથી જ લાગુ થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *