ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ચોથા રાઉન્ડમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી મેઘરાજા એ જોર પકડ્યું છે .જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ ધીમી ગતિએ વરસી રહ્યો છે ત્યાં તો રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા,પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદે થી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ ની સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે પણ ભારે વરસાદ ને લઇને આગાહી જાહેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચારે બાજુ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

જન્માષ્ટમીનો પાવન તહેવાર આ ઇ રહ્યો છે તેવા દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જેના કારણે સમગ્ર રાજ્યમાં ભયંકર વરસાદની લહેર જોવા મળી શકે છે. આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે તેવી શક્યતા છે, રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદ પડી શકે છે આગામી બે દિવસ લોપ્રેશર બનવાની સંભાવના છે જે ગુજરાત તરફ આવી શકે અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલભાઈ પટેલે જન્માષ્ટમીના દિવસોમાં એટલે કે 17 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે અને કચ્છની અંદર પણ 143.22% વરસાદ પડ્યો છે.

જ્યારે ઉત્તર ગુજરાતની અંદર 90.49% વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 77.78% તેમજ સૌરાષ્ટ્રની અંદર 84.44% અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 104.42 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતી અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરવામાં આવે તો, 246 તાલુકા ની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે તો આ સાથે વરસાદના રેડા શરૂ થયા છે. એક બાજુ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હવે કેટલા દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે તે અંગે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે તો રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં ચક્રવાત સર્જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમ્યાન કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મોરબી, જામનગર, દ્વારકા અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવતીકાલથી વરસાદનું ઘટે તેવી શક્યતા છે. ગુજરાતમાં નર્મદા ડેમમાં ઉપરવાસનાં જળાશયોમાંથી 5,93,749 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 134.32 મીટરે પહોંચી ગઈ છે જેથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. રાજ્યમાં જળાશયોમાં પાણીની આવક થતાં કેટલાક જળાશયો હાઇએલર્ટ પર રખાયા છે. રાજ્યના જળાશયોમાં હાલ 74.62 ટકા પાણીનો જથ્થો છે જેથી રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *