ગુજરાતમાં 17થી લઈને 23ઓગસ્ટ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં અને સુરતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા… ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો…

રાજ્યમાં અત્યારે ચારે તરફ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ રાજ્યમાં ભારતે તે ભારે વરસાદ ની આગાહી જોવા મળી રહી છે જેને કારણે 15 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. અમદાવાદમાં ગઈકાલ બપોર પછી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી હતી.

અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે સરખેજમાં ત્રણ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે વટાવ અને રામોલમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, રાજ્ય માં અત્યારે બધી જ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અમદાવાદ મેઘરાજા મને મૂકીને વર્ષ થયા છે શહેરમાં ઘણા વિસ્તારમાં થોડા જ સમયમાં ધોધમાર વરસાદ વરસતા માં પાણી ભરાઈ ગયા હતા, જેમાં કારણે મુશાફરો સહિત વાહનચાલકો ને મુશ્કેલી મુકાયા હતા.

શહેરના એસજી હાઇવે મણીનગર વટાવા નવા વાડજ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાગ વાદળો ની સાથે સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, શહેરમાં થોડા વરસાદમાં કાર્ડ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા ત્યારે ફરી એક વખત અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી પોલ ખુલી ગઈ છે શહેરના શેરી રસ્તાઓમાં નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક સમગ્ર રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી છે ત્યારે અમદાવાદ શહેરને વરસાદે ધમરોલી નાખ્યું છે બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરી જણાને સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમરમાં ફરી એક વખત વરસાદે માહોલ જામ્યો છે સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 206 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં છ ઇંચ વરસાદ ખાબોચ્યો હતો હજી આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.

વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે અને તેના કારણે રાજ્યના 13 જેટલા જિલ્લામાં યેલો એલેટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે એક બાજુ લોકો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને બીજી બાજુ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોલી રહ્યું હતું.

હવામાન વિભાગ એમ મંગળવારના રોજ આઠ જિલ્લાને ઓરેન્જ એલર્ટ જ્યારે બુધવારના રોજ 7 જિલ્લાને યલો એલર્ટ આપી દીધા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં જાહેર કરી દેવામાં આવ્યા છે હવન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દ્વારકા દરિયામાં અત્યારે ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં અત્યારે 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને દ્વારકા ના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ અને દ્વારકામાં દરિયાએ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગોમતીઘાટ ભડકેશ્વર સહિત અનેક વિસ્તારોમાં 10 થી 50 ફૂટ ઊંચા બોજા અત્યારે રહ્યા છે ત્યારે ગોમતી ઘાટ ઉપર સહેલાણીઓ દરિયાના મોજાની મોજ માણતા જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *