ગુજરાતના આદિવાસી સમાજ માટે કેજરીવાલની 3 મોટી જાહેરાત, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલથી લઇને દરેક ગામડાઓમાં સ્કૂલો એક નહિ અનેક વાયદા કર્યાં જાણો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ફરીવાર કેજરીવાલે નવી ગેરંટી આપતા જણાવ્યું કે, ‘અમારી સરકાર બનશે એટલે પહેલી ગેરંટી આદિવાસી સમાજ માટેની છે. જે સંવિધાનના ફિફ્ટ શિડ્યુલ (બંધારણની પાંચમી અનુસૂચિ) માં છે તેઓની માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરી વ્યવસ્થાને લાગુ કરીશું, વર્ડ ટુ વર્ડ વ્યવસ્થા લાગુ કરીશું. પેસા કાયદો જે તેઓની માટે બનાવવામાં આવ્યો છે કે જેમાં ગ્રામસભાની જોગવાઇ છે, ગ્રામસભાની મરજી વિના કંઇ જ નહીં થાય. આ અસલી જનતંત્ર છે.’
વધુમાં જણાવ્યું કે, ‘મારું તો કહેવું છે કે, આવું પૂરા દેશનું અંદર હોવું જોઇએ. માત્ર આદિવાસી સમાજ માટે જ કેમ. પરંતુ આદિવાસી સમાજ માટે જોગવાઇ છે કે ગ્રામસભાની મરજી વિના કોઇ પણ સરકારને કોઇ પણ પ્રકારના એક્શન લેવાનો અધિકાર નથી. તે સખ્તી સાથે લાગુ કરાશે. અને જે ટ્રાયબલ એડ્વાઝરી કમિટી છે કે જેનું કામ હોય છે આદિવાસી સમાજના ક્ષેત્ર હોય છે
તેમાં કેવો વિકાસ થવો જોઇએ, તેઓની માટે જે ફંડ આવે છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. કાયદાની અંદર લખ્યું છે કે ટ્રાઇબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન કોઇ ટ્રાયબલ હશે. પરંતુ ગુજરાતની અંદર મુખ્યમંત્રી જ હંમેશા માટે તેના ચેરમેન રહ્યાં છે. તેને બંધ કરવામાં આવશે. ટ્રાયબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાયબલ જ રહેશે.’
બીજી ગેરંટી એ કે આદિવાસી સમાજ આજે ખૂબ પછાત રહ્યો છે કારણ કે શિક્ષાનો અભાવ છે, ગરીબ લોકો છે તેઓ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને મોકલે છે પરંતુ સરકાર સ્કૂલો છે નહીં, છે તો તૂટલી હાલતમાં છે. અભ્યાસ પણ બરાબર નથી થતો. અમે દિલ્હીની અંદર શિક્ષાને શાનદાર બનાવી છે ત્યારે આજે હું આદિવાસી ભાઇઓ-બહેનોને આશ્વાસન આપું છું કે, જે રીતે દિલ્હીની સ્કૂલો અમે સારી બનાવી છે તે જ રીતે દરેક આદિવાસી ગામડાઓમાં અમે સારી સ્કૂલો ખોલીશું, જેથી બાળકોનું એક પેઢીની અંદર પછાતપણું અને ગરીબી પણ દૂર થશે.’
ત્રીજી ગેરંટી એ છે કે, તેમના મેડિકલ માટેની કોઇ સુવિધા નથી, તેમજ પ્રાઇવેટમાં ખર્ચો તોડી નાખે અને સરકારી દવાખાનાની અંદર કોઇ જ સુવિધા નથી. તો જે રીતે અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનીક ખોલ્યા છે એ રીતે દરેક ગામની અંદર અમે મોહલ્લા ક્લિનીક ખોલીશું કે જેમાં સંપૂર્ણ સારવાર ફ્રી હશે. આદિવાસી વિસ્તારની અંદર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલાશે.’
વધુમાં તમને જણાવી દઇએ કે, અમે લોકોની રાજનીતિ કરીએ છીએ. જનતાના મુદ્દાની વાત કરીએ છીએ. અમે અત્યાર સુધી ત્રણ પ્રકારની ગેરંટી આપી છે જેમાં અમે વીજળીની ગેરંટી આપી છે. પંજાબમાં 25 લાખ લોકોનું ઝીરો બિલ આવ્યું છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો વીજળી મફત મળશે. 300 યુનિટ સુધી વીજળી મફત અપાશે. જૂના વીજ બિલ માફ કરવામાં આવશે.
યુવાનોને રોજગારની ગેરંટી આપું છું. દિલ્હીમાં અમે 12 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવી. ગુજરાતના યુવકોને અમે રોજગાર આપીશું. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપીશું. પેપરલીક કરવાવાળાને સખત સજા આપવીશું. ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવી રહ્યાં છે. પરંતુ ગુજરાતના વેપારીઓએ દેશનું નામ રોશન કર્યું છે. વેંટમાં પણ પેન્ડિંગ રીફન્ડ જારી કરીશું.’
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હી પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગુજરાતની પ્રજામાં ધીરે ધીરે વિશ્વાસ પેદા કરી રહ્યાં છે. જેના માટે તેઓ દર અઠવાડિયે આવીને ગુજરાતની પ્રજાને વચન આપી રહ્યાં છે. ત્યારે આજે વડોદરામાં અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આપી વધુ એક ગેરન્ટી આપી છે. આ વખતે તેમણે આદિવાસીઓને વચન આપ્યુ છે. આદિવાસીઓને બંધારણીય અધિકારોથી સન્માન અને અધિકાર આપવા કેજરીવાલે વાયદો કર્યો છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આદિવાસીઓને સન્માન અને અધિકારની ગેરન્ટી આપી છે.
અમને રખમણો કરતા નથી આવતું, અમે મુદ્દાની વાત કરીશુંઅરવિંદ કેજરીવાલ ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, આમ આદમી પાર્ટી ઈમાનદાર અને શરીફોની પાર્ટી છે. તે દેશભક્તોની પાર્ટી છે. અમને દંગા ફસાદ, લડાઈ કરતા નથી આવડતું. અમે મુદ્દાની વાત કરીએ છીએ. અત્યાર સુધી અમે ત્રણ ગેરંટી આપી છે. અમે બોગસ મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર નથી આપતા.
પંજાબમાં 25 લાખ પરિવારોનું વીજળી બિલ ઝીરો આવ્યું છે. હજી 26 લાખ મળી 51 લાખ પરિવારોને વીજળીનું બિલ ઝીરો આવશે. ગુજરાતનો યુવાન બેરોજગાર છે, તેની પાસે નોકરી નથી. અમે આવીશું તો 10 લાખ સરકારી નોકરી આપની સરકાર આપશે. ગુજરાતમાં પેપર વારંવાર લીક થાય છે. અમે પેપર લીકને લઈ કડક કાયદો બનાવીશું. પેપર ફોડનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું.
આદિવાસીઓ માટે કેજરીવાલની છપ્પર ફાડકે જાહેરાતતેમણે કહ્યુ કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવી રહ્યાં છે. કેજરીવાલની બેઠકમાં ન જાવ તેવું કહીને તેમને ધમકાવાઈ રહ્યા છે. હું કોઈ આતંકવાદી નથી. વેપારીઓને અમે સન્માન આપીશું, રેડ રાજ ખતમ કરીશું. વેપારીઓ માટે વેટના પેન્ડિંગ રિફંડ 6 મહિનામાં આપીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.