ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 27તારીખ થી 31તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાની અંદર આપવામાં આવ્યું રેડ એલર્ટ.. હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી..

રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા મેઘરાજાએ રમઝટ બોલવી છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ નાનકડો વિરામ લીધો હતો ત્યારે ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. આ સાથે જ 4 જિલ્લામાં ઓરેન્જ અને 8 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં શ્રાવણ મહિનામાં સારો વરસાદ વરસ્યો છે ત્યારે શ્રાવણના અંતે શ્રીકાર થાય તેવા વરતારા છે.

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ રાજ્યના અનેક વિસ્તાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં આગામી પાંચ દિવસ સર્વત્ર વરસાદી માહોલ રહેશે. આ સાથે જ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ વરસાદની આગાહી છે.

રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતા જ અનેક વિસ્તારોમાં મેઘ જમાવટ શરૂ થઇ છે. આગામી 24 કલાકમાં બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ ખાબકશે. લો પ્રેશર સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદનું જોખમ છે ત્યારે સિસ્ટમ વધુ મજબૂત થતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં લગભગ ઘણા સમય થી સતત વરસાદ વરસી રહ્યો છે અને તે રોકાવાનું નામ પણ નથી લેતો એવા માં પાછી 5 દિવસની ભારે થી અતિભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શ્રાવણ મહિનામાં પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. દેશભર માં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસની ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા મુજબ પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વધુમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું જોર રહશે. આજે ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાનો છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 25 ઓગસ્ટે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના કેહવા અનુસાર લો પ્રેસર સિસ્ટમ બની હોવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. કુલ પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે અને શ્રાવણ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે. ગુજરાત રાજ્ય માં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *