ગુજરાતમાં આ મંદિરે હડ્ડી જોડ હનુમાન તરીકે ઓળખાતા આ મંદિરમાં જોડાઈ જશે તમારા તૂટેલા હાડકાં આ છે દુનિયાનું સૌથી રહસ્યમયી મંદિર વાંચો ક્યાં આવેલ છે આ મંદિર…
આપણા દેશમાં કોઈ એવું ગામ જોવા નહીં મળે જ્યાં મંદિર ન હોય. દરેક ગામ કે શહેરમાં મંદિર અવશ્ય હોય છે. આ તમામ મંદિરોમાં કેટલાક મંદિરો ખુબ પ્રાચિન છે. આ ઉપરાંત કેટલાક મંદિરોમાં એટલા રહસ્યમયી છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આજે અમે તમને આવા જ એક રહસ્યમયી મંદિર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણ્યું અને સાંભળ્યું હશે. આ મંદિર એટલું રહસ્યમયી છે કે વ્યક્તિના તુટેલા હાડકા આ મંદિરે જવાથી સાજા થઈ જાય છે. આ અંગે ભક્તો કહે છે કે આ મંદિરે દર્શન કર્યા બાદ તેમના દર્દમાં ઘટાડો થવા લાગે છે.
મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે:હકિકતમાં અમે વાત કરી રહ્યા છીએ મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં આવેલા એક ગામની જ્યાં એક હનુમાન મંદિર છે. આ મંદિર કોઈ ચમત્કારથી કમ નથી. કારણ કે અહીં એવા લોકો વધારે આવે છે જેમના હાડકા ક્યાંકને ક્યાંક તૂટેલા હોય છે. કટનીથી અંદાજે 35 કિમી દૂર મોહાસ ગામમાં આ મંદિર આવેલું છે. જેના વિશે એવું કહેવાય છે કે, અહીં લોકોના તૂટેલા હાડકા થોડા દિવસમાં જ જોડાઈ જાય છે. જાણકારી પ્રમાણે અહીં મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે.
અહીં આવતા લોકો દર્દથી ખુબ પિડાતા હોય છે:જેના કારણે અહીં બે દિવસ વધારે ભીડ રહે છે. આ બે દિવસ દરમિયાન કોઈ સ્ટ્રેચર તો કોઈ એમ્બ્યુલન્સમાં ભગવાનના દર્શને આવે છે. તેમાથી મોટા ભાગના લોકોના હાથના હાડકા તૂટેલા હોય છે અથવા પગના કે કોઈ શરીરના અન્ય ભાગના. અહીં આવતા લોકો દર્દથી ખુબ પિડાતા હોય છે. એવું કહેવાય છે કે જેવા ભક્તો આ મંદિરમાં પ્રવેશે છે ત્યારે તેને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે.
થોડા દિવસ બાદ તે સાજો થઈ જાય છેસાથે તેમને રામ નામનો જાપ કરવાનું કહેવામાં આવે છે. જ્યારે ભક્તો આંખો બંધ કરે છે ત્યારે પંડિત અને તેમના સહાયકો પીડિતને પાંદડા અને મૂળિયારૂપી ઔષધી આપે છે અને તેને ખુબ ચાવીને ખાવાનું કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જડબુટ્ટી ખાવાથી બિમાર વ્યક્તિના હાડકા આપમેળે જોડાવા લાગે છે અને થોડા દિવસ બાદ તે સાજો થઈ જાય છે.
શું આપ કોઈ એ વી જગ્યાની કલ્પના કરી શકો જ્યાં ફક્ત જવાથી આપના તૂટેલા હાડકા સંધાય જાય.જો આપ ન માનતા હોય તો આપને માનવુ પડશે.જી હા સાંભળવામાં ભલે આપને અજુગતું લાગતું હોય આપને ભરોસો ન આવે પણ આ હકીકત છે.ભારતની અંદર હનુમાનજીનું એ ક એ વું મંદિર આવેલું છે કે ત્યાં દર્શન કરવા માત્રથી ભક્તોની મનની મુરાદ પૂરી થઇ જાય છે.
હનુમાનજીનું આ ચમત્કારી મંદિર જબલપુરનાં કટની જિલ્લાનાં રાઠી તાલુકામાં સ્થિત છે.જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાના તૂટેલા હાંડકાઅોને સાજા કરાવવા માટે વીર હનુમાનજી મહારાજમાં દરબારમાં આવે છે.અહી આ પરંપરા ઘણા વર્ષો જૂની છે.અહી દૂર દૂરથી ભક્તો પોતાનાં તૂટી ગયેલા હાંડકાનો ઉપચાર કરાવવા આવે છે.
આમ તો રોજ આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે પણ મંગળવાર અને શનિવારે અહી મેળો ભરાય છે.આ દિવસોમાં ત્યાં હજારો માણસો ભગવાનનાં ચરણોમાં તેમની અરજ પેશ કરે છે.સ્થાનિક લોકો અનુસાર દુખાવાથી કણસતા માણસોને અહીં આવ્યા બાદ ખૂન રાહત મળે છે.અહી ભક્તોને વિશેષ રૂપથી આંખો બંધ કરાવી એ ક દવા પીવડાવવામાં આવે છે.
દવા આપતા સમયે રામ નામના જાપ કરવાનું જણાવવામાં આવે છે.પોતાના ચમત્કારીક ગુણોને કારણે આ મંદિર ખૂબ દૂર સુધી પ્રસિદ્ધ થઈ ચૂક્યુ છે.અહી યૂપી,બિહાર,રાજસ્થાન તથા એ મપી સિવાયનાં અન્ય રાજ્યોમાંથી પણ માણસો ઉપચાર કરાવવા આવતા હોય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે આ મંદિર વિશે જાણ્યું તો એ મને પહેલા તો ભરોસો ન આવ્યો.પરંતુ જ્યારે લોકો અહીયા આવે છે અને વીર હનુમાનજીનાં ચમત્કારો પોતાની નજરે જુએ છે તો ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવે છે.અહી આવનાર બધા ભક્તનો ઉપચાર તદન મફતમાં કરવામાં આવે છે.જો કે અહી આવનાર દરેક ભક્ત પોતાની શ્રધ્ધા પ્રમાણે કાંઈને ક્રાંતિ દાન ધર્માદો અવશ્ય કરે છે.અહી મળવાવાળા ચમત્કારી તેલથી સાંધાનાં દુખાવામાં ઘણી રાહત મળે છૈ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.