ગુજરાતમાં 24કલાક્મમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રક્ષાબંધન પર વિનાશ આ તારીખે ભારે પવન સાથે અનરાધાર વરસાદ પડવાની આગાહી જાણો કયા વિસ્તારોને ઘમરોળશે… અંબાલાલ પટેલે કરી નવી મોટી આગાહી…

તો વડોદરામાં વરસાદ બાદ પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી. કીર્તિ સ્તંભ નહેરૂ ભવનની સામે ભારે વરસાદને પગલે ઢીંચણસમા પાણી ભરાયા. વળી ટ્રાવેલ્સની ઑફિસ પણ પાણી પાણી થઇ ગઇ. ટેબલ ખુરશી સહિતનો સમાન પાણીમાં ગરકાવ થઇ ગયો. સ્થાનિકો દ્વારા ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતા પાણી ભરાયાનો આક્ષેપ લગાવ્યો હતો.

બનાસકાંઠામાં મેઘો મહેરબાનબનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે. ડીસા,પાલનપુર,દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે નીચાણ વિસ્તારો પાણીમાં ગરકાવ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

છેલ્લા એક કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો. પાલનપુર અને દાંતીવાડામાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. મેઘો મન મૂકીને વરસતા ભૂગર્ભમાં પાણી ઉતર્યા. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહનચાલકો પણ અટવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

અમદાવાદ-આબુ હાઇવે પાણી પાણીતો આ તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદ-આબુરોડ હાઈ-વે ઉપર પાણી ભરાયા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જાણે રસ્તામાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગઠામણ પાટીયા, સાંઇબાબા મંદિર રોડ પર પણ પાણી ભરાયા. જેને લઇને વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

અમરેલીમાં વરસાદી માહોલઆ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠંડકની લહેર ફરી વળી. ટીંબી, પાટી અને માણસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતો ખુશખુશાલ જણાયા. વરસાદના કારણે ગામના રોડ રસ્તા પાણી પાણી થયા હતા.

ગાંધીનગરમાં વરસાદગાંધીનગરમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઇ. છેલ્લા ઘણા દિવસથી દિવસે આકરી ગરમી અનુભવાઇ રહી હતી. જેને પગલે હવે વરસાદ થતા નાગરિકોને બફારાથી રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો,.

મહેસાણામાં વરસાદતો આ તરફ મહેસાણા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદને કારણે શહેરીજનોએ ભારે ઉકળાટમાંથી હાંશકારો અનુભવ્યો. મહેસાણા-અમદાવાદ હાઈ-વે ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

ગઢ઼ડામાં વરસાદ બોટાદના ગઢડામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો.ગઢડાના ઢસા, ગુંદાળા, રણીયાળા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. જો કે અંહી છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી ત્યારે આજે વરસાદ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’વધુમાં કહ્યું કે, ‘આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યોનોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત નેત્રંગ, દેહગામ અને ઉચ્છલમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ થયો છે. સાથે વ્યારા અને કલોલમાં 1-1 ઈંચ તથા ખેડબ્રહ્મામાં અને જગડિયામાં પોણો ઈંચ વરસાદ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *