ગુજરાતમાં ગુરુવારે અને શનિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર-દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો થઈ જાવ તૈયાર ખાડીપુરે સુરતની સૂરત બગાડી, લિંબાયત, પુણા, પર્વત પાટીયાના રસ્તાઓ પાણીમાં ગાયબ

નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી ભરૂચ શહેરમાંથી કુલ 890 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. નર્મદાની વધતી સપાટી પર તંત્રની ચાંપતી નજર છે. જેથી નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરાઈ છે. તો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટને પહોંચી ગઈ છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ છે.

ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટીએ સતત વધી રહ્યાં છે. જેને પગલે ગોલ્ડન બ્રિજ પાસેના ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર પહોંચી છે. પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે.

23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે.

ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં ડેમની સપાટી 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી,હવે 6.53 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.63 લાખ ક્યુસેક જ પાણી છોડાશે. વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, ભરૂચ ,સુરતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અરવલ્લી, આણંદ, વડોદરા, વલસાડ, દમણ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ યોજના માટે સરકારે બજેટમાં 34,846 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વ્યાજ સબવેન્શનની ભરપાઈ કરવા માટે, એટલે કે લોનના વ્યાજની ચૂકવણી પર ખેડૂતોને દોઢ ટકા રિબેટ, સરકાર આ ચુકવણી સીધી ધિરાણ આપતી બેંકો અને સહકારી સંસ્થાઓને કરશે

તમને જણાવી દઈએ કે, સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. ઘણા ખેડૂતો આ લોન સમયસર ભરપાઈ કરે છે અને જ્યારે ઘણા ખેડૂતો કોઈ કારણોસર સમયસર લોન ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે, તેઓને જ વ્યાજ સબવેન્શન સ્કીમ નો લાભ મળશે.

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી પાંચ જેટલી ખાડી ડેન્જર લેવલે પર વહેતી થઈ છે અને ખાડી કિનારે આવેલા કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. લિંબાયતમાં મીઠી ખાડી, પુણા અને પર્વત પાટીયા વિસ્તાર પુરની ઝપેટમાં આવી ગયા છે. આ ખાડીના પાણીના કારણે આજે પુણા કુંભારીયા વિસ્તારમાં એક મંદિર સહિતનો વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયું છે. લિંબાયત, પુણા અને પર્વત પાટીયાના રસ્તાઓ જાણે પાણીમાં ગાયબ થઈ ગયા હોવાનું નજરે પડે છે.

મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં પાણી ભરાયાસુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદનું જોર વધી રહ્યું હોવાથી સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થયો છે. પાલિકા તંત્રએ સ્થિતિ પર સતત નજર રાખીને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, બોટ તૈનાત કરી દીધી છે. અસરગ્રસ્ત લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવા સાથે ફુડ પેકેટનું વિતરણ પણ શરૂ કર્યું છે.

આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાતખાડીના પાણીના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભરાયેલા પાણીમાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફરીને ઓઆરએસ તથા અન્ય સામગ્રીનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ડિસ્પેન્સરીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વાહન વ્યવહાર પર માઠી અસરખાડીના પાણીના કારણે પુણા કુંભારીયા વિસ્તારમાં આવેલું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું છે. કેટલાક રસ્તા પર પણ પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર પર માઠી અસર પડી રહી છે. કાંગારૂ સર્કલથી ગોડાદરા તરફ જતા રસ્તા પર ખાડી ઓવર ફ્લો થતા આ વિસ્તારના રોડ પર ચારેક ફુટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે. આ પાણીના ભરાવાના કારણે લોકો પોતાના નકારી ધંધે જઈ શકતામા મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

છેલ્લા બે દિવસથી પાણી ભરેલા હોવાથી હાલત કફોડીજિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે સુરતમાં ખાડી પુર સાથે ગટરના પાણી બેક મારતા ગટરના પાણીનો પણ ભરાવો થયો છે. સુરતના કેટલાક વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણીનો ભરાવો છેલ્લા બે દિવસથી થતાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી થઈ રહી છે. લિંબાયતના કમરૂ નગરમાં છેલ્લા બે દિવસથી કમરથી ઉપર સુધીના પાણીનો ભરાવો થયો હોવાથી આ વિસ્તારના લોકોની હાલત વધુ કફોડી બની ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *