ગુજરાતમાં રાજ્ય માં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો વરસાદનું જોર વધતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાતમ આઠમ માટે જોરદાર વરસાદ ની આગાહી

રાજ્ય (Gujarat) માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદના કારણે અમદાવાદીઓને સવારે ઓફિસ જવામાં મુશ્કેલીશહેરમાં વરસાદના કારણે લોકોને સવારમાં ઓફિસ જવા માટે પણ ભારે મુશ્કેલી સર્જાઇ છે. સતત વરસાદના પગલે અમુક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઇ જતા લોકોને ઓફિસે જવા ભારે હાલાકી પડી રહી છે. જો કે, સ્કૂલ અને કોલેજોમાં રજા હોવાથી રસ્તાઓ પર ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો.

શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં તડામાર વરસાદતમને જણાવી દઇએ કે, શહેરમાં વહેલી સવારથી સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નહેરુનગર, આંબાવાડી તેમજ પૂર્વના બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઇ ગયા છે.

ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટનોંધનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તારીખ 17 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે રાજ્યમાં દિવસભર ડાળાડિબાંગ વાદળા છવાયેલા હતા. રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ દરિયામાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જને લઇને દ્વારકાના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગોમતી ઘાટ પર સહેલાણીઓને દરિયાની મોજ માણતા જોવા મળ્યા હતી.

રાજ્યના પાંચ જિલ્લામાં સૌથી વધુ કેસ, કોરોનાએ આટલા દર્દીઓનો લીધો ભોગઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2,01,961 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે 10 વાગ્યે ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *