ગુજરાતમાં શનિવારે અને રવિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના બંદરો પર લગાવાયો ત્રણ નંબરનું સિગ્નલ અમદાવાદમા અને સુરતમાં તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદની આગાહી

રાજ્યમા હાલ વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેણા કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે (11 ઓગસ્ટ) રાજ્યના મોટાભાગની જગ્યાએ વરસાદ પડ્યો હતો. ત્યારે આવતીકાલે (12 ઓગસ્ટ) પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી હાલ અરબી સમુદ્રમાં એક સાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. સંભાવના છે કે, આગામી 48 કલાકમાં આ લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે.

આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 11 અને 13 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મેઘમહેર જોવા મળશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ આવ્યો હતો. આ સાથે આજે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક હોવાથી આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે.

હવામાનની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે પોરબંદરમાં 2.5 ઈંચ જયારે સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. તો વળી બારડોલી, ક્વાંટ, હાંસોટ, કુતિયાણા, માણાવદરમાં પણ વરસાદ નોંધાયો છે. આ સાથે નખત્રાણા, મુંદ્રા, માળિયા, વાઘોડિયામાં પણ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે. વિગતો મુજબ નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈ હવે આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે. નોંધનીય છે કે, સાબરમતીમાંથી ફતેવાડી કેનાલમાં 1 હજાર 60 ક્યુસેક પાણી છોડાયું હતું. સાબરમતીમાં નર્મદાના નીર આવતા વાસણા બેરેજ ઓવરફ્લો થવાની તૈયારી છે. હાલ વાસણા બેરેજની સપાટી 134.50 મીટરે પહોંચી છે. જેને લઈ નીચાણવાળા વિસ્તાર પીરાણા, પાલડી, નવાગામ, સરોડા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હાલ ફતેવાડી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *