ગુજરાતમાં સુરત અમદાવાદ અને અમરેલી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં લગાવી દીધું 3 નંબરનું સિગ્નલ દરિયામાં હાઈ એલર્ટ 15 તારીખ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગેકરેલી ભારે વરસાદની આગાહીની દરિયામાં અસર જોવા મળી છે. દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જો કે દમણનાદરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદન 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 નોટિકલ માઇલ દૂર ફસાઈ હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
અમરેલીના જાફરાબાદ બંદરેથી માછીમારી માટે નીકળેલી ‘તીર્થનગરી’ નામની બોટ દમણ પાસે દરિયામાં તોફાનના કારણે ફસાઈ હતી. ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડને થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારી બોટમાં 8 માછીમારો હતા. કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 5 માછીમારોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે અને બાકીના માછીમારોનું રેસ્ક્યૂ કાર્ય ચાલુ છે.
દમણનો બન્યો છે તોફાનીહવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીની દરિયામાં અસર જોવા મળી છે અને દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે દમણના દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો.
જાફરાબાદના દરિયાકાંઠેથી હટાવાયું 3 નંબરનું સિગ્નલહાલમાં જાફરાબાદના દરિયાકાંઠેથી 3 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ગત રોજ જાફરાબાદના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.
મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવીદરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.
પોરબંદરના જમનાસાગર વહાણની જળ સમાધિની ઘટના8 ઓગસ્ટે દુબઇથી પોરબંદર આવતા જમના સાગર વહાણે ઈરાન નજીક સમુદ્રમાં જળ સમાધિ લીધી હતી. જમના સાગર વહાણમાં 10 ક્રુ મેમ્બરો સવાર હતા. જેમાંથી હુસેન અલી મામદ નામનો એક ક્રુ મેમ્બર સમુદ્રમાં લાપતા બન્યો હતો. આજે હુસેન અલીમમાદનો મૃતદેહ પાકિસ્તાનના સમુદ્રમાંથી મળ્યો હતો. પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ મૃતદેહને બહાર કાઢી ભારતને સોંપવા કામગીરી શરૂ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. વેરાવળના બંદર પર ત્રણ નંબરનું ભયનજક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન 10થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. કોડીનાર ગામમાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યા હતા.
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ છે.
સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 1.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હાલની સપાટી 133.51 મીટર છે.
બનાસકાંઠાના ભારે વરસાદ બાદ પૂલ પાણીમાં ગરક થઈ ગયો છે. પાલનપુરના માલણથી હસનપુરનો જોડતો પૂલ પાણીમાં ગરક થતા સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો જોવા મળ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે કપરાડા તાલુકાના સીલધા ગામે એક મકાન તૂટી પડ્યું છે. સબનસીબે પરિવારના 8 સભ્યનો આબાદ બચાવ થયો છે. તોફાની પવન અને વરસાદને કારણે મકાન તૂટી ગયું છે. મકાન તૂટી પડતા ઘરવખરી કાટમાળ નીચે દબાઈ છે.
જ્યમાં વરસાદી માહોલ કાયમ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જે બાદમાં 13 અને 14 ઓગષ્ટના રોજ રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. 15મી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.