ગુજરાતમાં આજે અને આવતીકાલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વરસાદનો ત્રીજો રાઉન્ડ ભુક્કા બોલાવશે 9તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી.

રાજ્ય (Gujarat) માં જાણે કે વરસાદનું જોર ઘટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ એટલે કે આજે અને આવતીકાલે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી7 ઓગસ્ટના રોજ એટલે કે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવવધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધારીમાં પોણા 3 ઈંચ, ગઢડામાં પોણા 3 ઈંચ, કાલાવડમાં સવા 2 ઈંચ, વઢવાણમાં 2 ઈંચ, જેતપુરમાં 2 ઈંચ, મુંદ્રામાં 2 ઈંચ વરસાદ,

ગારિયાધારમાં પોણા 2 ઈંચ, જામકંડોરણામાં 1.5 ઈંચ, વંથલીમાં 1.5 ઈંચ, નખત્રાણામાં 1.5 ઈંચ, ગણદેવીમાં 1.5 ઈંચ, ગોંડલમાં 1.5 ઈંચ, અંકલેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ અને ધ્રોલમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી ઓછો સવા ઈંચ વરસાદ ધ્રોલમાં નોંધાયો છે.

ગુજરાતમાં બ્રેક બાદ ફરીથી મેઘ સવારી આવી રહી છે. ફરીથી હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘો મન મૂકીને વરસશે. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં ક્યાં વરસાદ રહેશેહવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, 8, 9 અને 10 ઓગસ્ટ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાબંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર રાજ્યમાં જોવા મળશે. આ સમયમાં વરસાદી ટર્ફ પસાર થશે, જેનાથી અત્યંત ભારે વરસાદ પડશે. રાજસ્થાનમાં અપરએર સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. બેથી ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય તતા ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તેથી 8 અને 9 ઓગસ્ટે ગુજરાતના માછીમારોને દરિયોન ખેડવા સૂચના અપાઈ છે.

24 કલાકમાં 190 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ 5 ઈંચ અને ધ્રાંગધ્રામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદ અને ગઢડામાં 4 ઈંચ, સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો સરેરાશ 74.74 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સીઝનનો સૌથી વધુ 121 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 86.27 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 62, સૌરાષ્ટ્રમાં 67 ટકા વરસાદ ખાબક્યો છે.

IMD હવામાન આગાહી આજે વરસાદની ચેતવણી: ચોમાસાના બીજા તબક્કાના વરસાદે સમગ્ર ભારતમાં વેગ પકડ્યો છે. ઘણા રાજ્યોમાં જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં ઘણા રાજ્યોમાં ખેડૂતોને રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે નવી માહિતી આપી છે.

વિસ્તરણદેશના અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદે જોર પકડ્યું છે. આ વરસાદ કેટલાક વિસ્તારોમાં લોકોને રાહત આપી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં તે પાયમાલ સર્જી રહ્યો છે. આ આકાશી આફતને કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ એવા રાજ્યો માટે ફરી એક વાર આગામી ચાર દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે જ્યાં જોરદાર તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત, છત્તીસગઢ, ગોવા, કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, તેલંગાણા, કોસ્ટલ અને નોર્થ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને કેરળમાં 7 થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે . આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છેઔરૈયા અને અમરોહામાં વરસાદની સંભાવના છે. બિહારના પટના, જહાનાબાદ, નવાદા, જમુઈ, શેખપુરા, લખીસરાય, બેગુસરાઈ, ખાગરિયા, મુંગેર, ભાગલપુર અને બાંકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો

વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર રાજ્યો ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 6 થી 7 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ

ઝારખંડમાં આગામી છ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7 થી 11 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે 6 ઓગસ્ટે રાજ્યમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *