ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આ જિલ્લામાં આપ્યું રેડ એલેટ

આજથીગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અને આ દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આજથી એટલે કે 5મી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા છે. 8 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમા ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, વડોદરા, સુરત, નર્મદા, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર, અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

અમદાવાદ શહેરમાં બે દિવસથી છૂટા છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોણા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જેતપુરમાં બે કલાકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આઠ દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે કપાસ, મગફળી અને કઠોળ સહિતના પાકને ફાયદો થશે.

સાથે જ ઉપલેટા તાલુકાના ગઢાળા, હાથીજડીયા,મોજીલા અને સેવંત્રા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરમાં ભવનાથ, રાધાકૃષ્ણ નગર કૈલાશ બાગ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *