ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાની છેલ્લી આગાહી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં તોફાની વરસાદને લઈને કરાય ખૂબ જ મોટી આગાહી આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. આજે સાંજ સુધીમાં રાજ્યના 93 તાલુકામાં મેઘ મહેર થઈ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના પાલનપુરમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વડથલી પાસે ડીપ પાણીમાં ગરકાવ થતા 15 ગામનો રસ્તો બંધ થઈ ગયા છે.

તો શામળાજી પાસે કોઝવે ધોવાતા 50 થી વધુ ગામના લોકો અટવાયા હતા. જૂનાગઢના માંગરોળમાં ઘેડ પંથક બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા મગફળી, કપાસ સહિતના પાક નિષ્ફળ થયા છે. ખેડૂતોએ સહાય પેકેજની સરકાર પાસે માગ કરી છે. ત્યારે અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 100.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 155.36 ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 24/08/2022 ના રોજ સવારે 7.00 કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસયો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયારે મોરબી તાલુકામાં 138 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વિસનગર તાલુકામાં 114 મીમી, ઇડર તાલુકામાં 120 મીમી, અને પાટણ તાલુકામાં 98 મીમી મળી કુલ 3 તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં 82 મીમી, સરસ્વતીમાં 90 મીમી, અમીરગઢમાં 89 મીમી, પોશીનામાં 89 મીમી, માણસામાં 89 મીમી, જોટાણામાં 84 મીમી અને હિમતનગરમાં 74 મીમી મળી કુલ 9 તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ફરી એકવાર વધ્યું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખુબ જ પાણીદાર રહ્યું છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ તો પડી ગયો છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા સહીત રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામી ગયો હતો. જોકે વડોદરામાં વાદળો વચ્ચે હળવા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા ફરી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થઇ છે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાયા છે. રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે હજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાંક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

જાણો આજે કયા-કયા વિસ્તારોમાં મેઘરાજા વરસશેઆજે રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. તો બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ મેઘરાજા ધમરોળશે. એ સિવાય ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસશે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. તો સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણામાં 2 ઈંચ, અમીરગઢમાં પોણા 2 ઈંચ, દાંતામાં પોણા 2 ઈંચ, પોશીનામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ,

ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી છે. નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *