શુક્વારે અને શનિવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ઘર ની બહાર નીકળવું હોય તો 10 વાર વિચારજો.વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતા આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ પુનઃ સર્જાયો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4 ઓગસ્ટથી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જોકે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. સમગ્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદ રહેશે. હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદ એ થોડોક વિરામ લીધો છે અને આગામી દિવસોમાં મતલબ કે પાંચ થી છ તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાબ જોવા મળી શકે છે અને કોઈ જગ્યાએ સામાન્ય છુટા છવાયા અથવા હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે.કોલા વેધર ના હવામાન મોડલ પ્રમાણે 8 થી 16

ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને 8 થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે.રાજ્યમાં પાંચ ઓગસ્ટ પછી વરસાદનું જોર વધશે તેમજ સાત અને આઠ

તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા આઠ અને નવ તારીખના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જોકે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખ માં આવશે જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી

શકે છે જેના લીધે 13,14 અને 15 તારીખમાં રાજ્યમાં છૂટો છવાયો અને હળવો વરસાદ વરસી શકે છે તેમજ બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ ની આજુબાજુ ગુજરાત તરફ આવશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.આમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી ચાલુ થઈ શકે છે અને આગામી પાંચ થી છ તારીખ સુધી રાજ્યમાં હળવો વરસાદી રાઉન્ડ થઈ શકે છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી વરસાદના નવા

રાઉન્ડની શરૂઆત થશે અને આવનારા રાઉન્ડ લાંબા ચાલે તેવું પણ વેધર મોડલો જણાવી રહ્યા છે. ગુજરાતમાં ગઈકાલથી લઈને આગામી 15 થી 20 ઓગસ્ટ સુધીમાં ત્રણ લો પ્રેસર બને તેવી પણ શક્યતા છે. આપને એ પણ જણાવી દઈએ કે હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં હંમેશા ભારતીય હવામાન વિભાગની સૂચના ને અનુસરવી.

જોકે, હવામાન વિભાગની આગાહી વચ્ચે જ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો હતો. અરવલ્લી જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ જોવા મળી. મોડાસામાં બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. એકાએક ધોધમાર વારસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સાથે ભાવનગરમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કાલિયાબીડ, વિજયરાજનગર, વિદ્યાનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. અતિ ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હો. ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલુકાના ઈસરા, વરજાંગ જાળીયા, ગણોદ, મૂરખડા, મેખાટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદી ઝાપડાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળશે. ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી આંશિક રાહત મળી હતી.

ઘણા દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. વરસાદ વરસતા બફારામાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારાના પાનવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *