ગુરુવારે અને શુક્વારે ગુજરાતમાં ફરી જામશે ચોમાસું અમરેલી, ભાવનગરમાં વરસાદની એન્ટ્રી આ તારીખે રાજ્યના આ ભાગમાં વધશે વરસાદનું જોર હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ પુનઃ સર્જાયો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4 ઓગસ્ટથી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છત્યારબાદ 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જોકે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. સમગ્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદ રહેશે. હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

જોકે, હવામાન વિભાગની આગાહી વચ્ચે જ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો હતો. અરવલ્લી જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ જોવા મળી. મોડાસામાં બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. એકાએક ધોધમાર વારસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સાથે ભાવનગરમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કાલિયાબીડ, વિજયરાજનગર, વિદ્યાનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. અતિ ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હો. ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

તાલુકાના ઈસરા, વરજાંગ જાળીયા, ગણોદ, મૂરખડા, મેખાટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદી ઝાપડાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળશે. ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી આંશિક રાહત મળી હતી.

ઘણા દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. વરસાદ વરસતા બફારામાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારાના પાનવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રમાં અઠવાડિયા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલી અને ભાવનગરમાં વરસાદથી ધરતીપુત્રોમાં હરખની હેલી છે. ભાવનગર શહેરમાં એક અઠવાડિયા ના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈ શહેર વિસ્તારમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું. વરસાદ વરસતા જ શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. હાલ કાળા ડિબાગ વાદળો સાથે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.

અમરેલી, વડોદરામાં વરસાદઅમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રાજુલાના ડુંગરના સાજણવાવ, ડુંગર પરડા, રાભડા સહિત ના ગામોમાં વરસાદ છે. સારા વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે.

વડોદરા શહેરમાં ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ શહેર કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. સયાજીગંજ, રાવપુરા, રાજમહેલ રોડ, ફતેહગંજ, કારેલીબાગમાં વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદી ઝાપટાથી ઉકળાટ માં રાહત મળી છે. વડોદરામાં ઘણા વિરામ બાદ આજે બપોરે બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

લાંબા દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ગરમી બાદ કપરાડામાં વરસાદ પડ્યો છે. કપરાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવા લાગ્યા છે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જમાવ્યા પ્રમાણે 6 તારીખ પછી વરસાદનું જોર વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *