ગુરુવારે થી શનિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આવનારા ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 128 ગામ ઉપર આફત ફાટી આવી, પુલ ડૂબી છતાં તંત્ર થઈ ગયું હાઈ એલર્ટ, 128 ગામોને એલર્ટ કરાયા…
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમા જળાશયોની વિગતો આપતાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૫.૯૪ મીટર સુધી પહોંચી છે. એટલે કે ડેમમાં ૯૦.૯૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના નિયામકે વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આવતીકાલે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.
ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીરાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે .
દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવ્લી અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડામાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે 92 તાલુકાઓમાં વરસાદ ખાબક્યોગુજરાતમાં આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 92 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ આજે અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવતા ક્યાંક મકાનોના છાપરા ઉડી ગયા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઇ જતા વેપારીઓને હાલાકી પડી છે તો ક્યાંક બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઇ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
એ સિવાય રાજ્યમાં રાધનપુરમાં 2.5 ઈંચ, સરસ્વતીમાં 2.5 ઈંચ, પાટણમાં સવા 2 ઈંચ, વિસનગરમાં સવા 2 ઈંચ, વડનગરમાં પોણા 2 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, વિજાપુરમાં 1.5 ઈંચ, પોશિનામાં 1.5 ઈંચ, સાંતલપુરમાં 1.5 ઈંચ, સંતરામપુરમાં 1.5 ઈંચ, મેઘરજમાં 1.5 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ અને હિંમતનગરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જુઓ ગુજરાતમાં વરસાદના કારણે ક્યાં કેવી સ્થિતિઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં વ્હાઇટ સિગ્નલ અપાયું છે. હાલ દાંતીવાડા ડેમમાં 73 ટકા જેટલું પાણી છે. હજુ પણ દાંતીવાડા ડેમ 27 ટકા ખાલી છે. અત્યારે ડેમની જળ સપાટી 593.55 ફૂટ પર પહોંચી છે. જો કે, આજ સાંજ સુધીમાં ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવી શકે તેવી શક્યતા.
સરદાર સરોવરમાંથી પાણી છોડાતા 5 ગામોને કરાયા એલર્ટપરવાસમાંથી ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળી, ચાંદોદ અને નાંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ચાંદોદ મહાલરાવ ઘાટના 81 પગથિયાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. તલાટી કમ મંત્રીઓને પણ ગામમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. એકાએક નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે રહેતા પરિવારોને સ્થળાંતર કરાશે.
પાટણ જિલ્લામાં વરસાદના કારણે નવું બસ સ્ટેશન પાણીમાં ગરકાવપાટણ જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવતા પાટણના નવજીવન ચાર રસ્તા પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ ATM તેમજ દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. હજુ પણ જિલ્લામાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. આમ પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મહિસાગરમાં ઉપરવાસમાં વરસાદથી કડાણા ડેમમાં પાણીની આવકરાજસ્થાનમાં વરસાદને પગલે મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડાયું. પાણી છોડાતા મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવક વધી છે. ડેમનાં 10 ગેટ 6 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં પાણી છોડાયું. નીચાણવાળા 128 ગામોને અલર્ટ કરવામાં આવ્યા.
મહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડાતા ભાદર ડેમ 96.15 ટકા ભરાયોમહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડાયું છે. બે ગેટ ખોલીને ભાદર નદીમાં પાણી છોડાતા ભાદર ડેમ 96.15 ટકા ભરાયો. રુલ લેવલ જાળવવા ડેમના 2 ગેટ 15 સેમી ખોલી નખાયા. 1020 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું. ડેમમાં 1020 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું હાલનું લેવલ 123.50 મીટર પર પહોંચ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારોસરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો નર્મદા ડેમની જલસપાટી 136 મીટરે પહોચી છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ નદીમાં કુલ – 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમના 23 ગેટ ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છેઆ સીઝનમાં નર્મદા ડેમના બીજી વાર 23 ગેટ ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કાંઠાના ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે. ભરૂચ ડભોઇ ચાંદોદ સહિતના કાંઠાના ગામોમાં જળસપાટી વધતા તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.