બુધવારે અને શુક્વારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્ય માટે ખૂબ જ ભારે વરસાદની આગાહી જાણો કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે…ઘરની બહાર કપડાં સુકાતા હોય તો લઈ લેજો

રાજ્યમાં અત્યારે ચોમાસાનો ચોથો રાઉન્ડ આવવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગે વરસાદની ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાને કારણે એલર્ટ પણ જાહેર કરી દીધું છે આજથી સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું જોર વધશે તેવી પૂરેપૂરી શક્યતા છે બીજી તરફ મિત્રો તમને જણાવી દેતો મધ્યપ્રદેશ રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમથી રાજ્યમાં અતિ ભારે વરસાદ પહોંચી શકે તેની આગાહી છે.

મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ગુજરાતના ડેમ નદીઓમાં પાણીની ખૂબ જ મોટી આવક થશે જેના કારણે ગુજરાતના નદી નાળાઓ છલકાઇ જાય તેવી શક્યતા છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરી દે જેમાં આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છે તેવી શક્યતા છે.

જેમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે અને નવા અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે બીજી બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ નોંધાવી શકે તેવી શક્યતા છે.

જ્યારે આજથી ત્રણ દિવસ સુધી અત્યંત ભારે વરસાદ ની આગાહીને કારણે હવામાન વિભાગે મોટાભાગના જિલ્લામાં જાહેર કરાયું છે બીજી બાજુ હવામાન વિભાગે માછીમારોને પણ આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદથી લઈને મધ્યમાં વરસાદ જોવા મળી શકે છે બીજી બાજુ અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

દોસ્તો તો તમે જણાવી દઈએ તો કયા કયા વિસ્તારમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં 22 ઓગસ્ટ ના રોજ અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે 23 ઓગસ્ટ ના રોજ દાહોદ બનાસકાંઠા પંચમહાલ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જ્યારે 24 ઓગસ્ટના રોજ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ તો બનાસકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીરાજ્યના હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 ઓગસ્ટે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો- કેજરીવાલના ગુજરાતીઓને વચન, શિક્ષણ-સ્વાસ્થય મુદ્દે આપી વધુ એક ગેરેન્ટી
રાજ્યમાં કેવું રહેશે વાતાવરણહવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાનો છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો 22 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે.

ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશેરાજ્યના હવામાન વિભાગ પ્રમાણે લો પ્રેસર સિસ્ટમ બની હોવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. કુલ પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. એટલે કે શ્રાવણના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *