હાજરા હજુર છે ભગુડા વાળા મા મોગલ શા માટે ભગુડા ગામમાં કોઈ પણ ઘરને તાળું મરાતું નથી ગુજરાતના આ ગામમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે- જાણો ચમત્કારોથી ભરેલો ઈતિહાસ જય માં મોગલ

ભગુડાનું નામની સાથે જ મા મોગલનું સ્મરણ થાય છે! ભગુડા ગામનો ખૂબ જ અનેરો મહિમા છે. સૌ કોઈ જાણે છે કે ભગુડા ગામના ખોરડે કોઈ પણ દરવાજે કમાળની જરૂર નથી પડતી કારણ કે જે ગામના રખોપા આઈ મોગલ કરતી હોય ત્યાં કોની હિંમત થઈ શકે કે, કોઈનો વાળ પણ વાંકો કરી શકે! આજે આજે આપણે આઈ મોગલની પ્રાગટય કથા વિશે જાણીશું.

લોક વાયકા મુજબ એવું કહેવાય છે કે, મા મોગલ માતાનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે. જેમાં ગોરયાળી-બગસરા, રાણેસર બાવળા અને ભગુડા ધામ છે. ભગુડા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે. સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે. ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયર આવેલા છે અને આ ગામમાં મોગનનું પ્રાગટય એ પણ રસપ્રદ વાત છે.

450 વર્ષ પહેલા જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યાં ગયાં અને ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી.ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું.

આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ થયું કરવામાં આવ્યું હતું. ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળુ પૂજાય છે. મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ છે. માતાજી અનેક પરચા પૂર્યા છે. મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે, એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે. આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.

આ ગામમાં મોગલઆ ના એક પરચાને લીધે જગ વિખ્યાત બન્યું છે.લોક વાયકા છે કે, મોગલ મા ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી. કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે.

આ પવિત્ર ધામ ક્યાં આવેલું છે? ભાવનગરથી 80 કિ.મી., મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ. 3500ની વસતી ધરાવતું મહુવા તાલુકાનું ભગુડા ધામમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવ છે

ભારત ઘણા ધર્મો અને સંસ્કૃતિઓ ભરેલો દેશ છે.ત્યારે દેશભરમાં લાખો દેવી -દેવતાઓની પૂજા-અર્ચના થાય છે.ત્યારે તેમાં ખાસ કરીને આ દેશ શક્તિનો દેશ છે દેશનું નામ ભારત માતા છે. ખરેખર ઘણી દેવીઓ સાક્ષાત છે.ત્યારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા તાલુકામાં ભગુડા ગામ એક શક્તિની આરાધનાનું કેન્દ્ર છે.

આજથી આ મોગલ ધામનો અંદાજે 450 વર્ષ જૂનો ઇતિહાસ છે.ત્યારે આ મંદિર માત્ર દ્વાર પર લખેલું છે ભગુડા ગામ એ જ માંગલ ધામ છે.ત્યારે ભાવનગરની પવિત્ર ભૂમિ પર બેઠેલા માતાજીની કથાઓ અદભુત છે. ત્યારે ભગુડા ધામ ભાવનગરથી 80 કિમી, મહુવાથી 25 કિમી, તળાજાથી 15 કિમી અને ગોપનાથથી 30 કિમીના અંતરે આવેલું છે.

આ ગામમાં સાક્ષાત મોગલ માતા બિરાજમાન છે, ત્યારે માતાના પરચા આજ સુધી અપરંપાર છે ત્યારે વર્તમાન સમયમાં માતાજીના મંદિરને ક્યારેય તાળું મારવામાં આવ્યું નથી. આ તે મંદિર છે જ્યાં તમે દર્શન માટે જાઓ છો અને તમને શ્રદ્ધાની અનુભૂતિ થાય છે.માતાનો ઇતિહાસ ખુબ જ જૂનો છે.

કહેવાય છે કે મોગલ માતાનો જન્મ 2000 વર્ષ પહેલા દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ભીમરાલા ગામમાં ચારણ કુળમાં થયો હતો. ત્યારે પાછળથી માતા મોગલ ચારણ કુળમાં, કુળદેવી ચારણ કુળને કુળદેવી તરીકે પૂજવામાં આવ્યા અને માતાજીના ગુજરાતમાં ચાર ધામછે, જેમાં દ્વારકા, ગોરીયાળી-બગસરા, રાણેસર-બાવળા અને ભગુડાનો સમાવેશ થાય છે.

આ ચાર ધામોમાંથી ભગુડા આજે આસ્થાના કેન્દ્ર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે.ત્યારે કહેવાય છે કે ભગુડા નામ ભૃગુ રૂષિના નામ પરથી પડ્યું છે જેનો જન્મ સતયુગમાં થયો હતો. ત્યારે ભગુડાને નલરાજાની તપોભૂમિ માનવામાં આવે છે. સાથે ગામમાં હાલની તારીખમાં પ્રાચીન ગુફાઓ છે, જે સાબિત કરે છે કે ગામ પ્રાચીન છે.

ત્યારે માતાજીના ઇતિહાસની વાત કરીએ તો ભીમરાણા મોગલ માતા દેવસુર ધાંધણીયા તેમજ માતા રાણબાઇમાના ઘરે જન્મ થયો હતો. ત્યારે કહેવાય છે કે જ્યારે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા નહોતા, જેના કારણે તમામ લોકો માનતા હતા કે માતાજી મૂંગા છે પરંતુ કોઈને ખબર નહોતી કે માતાજી પાસે અપાર શક્તિઓ છે.

એવું માનવામાં આવે છે કે ઈ.સ 1300ની આસપાસ તળાજા વિસ્તારમાં દુષ્કાળને કારણે પંથકના આહિર માલધારીઓ દુષ્કાળ ગાળવા માટે તેમના પરિવારો સાથે ગીર વિસ્તારમાં જાય છે.

આ વિસ્તારમાં ચારણ સમાજના કુળદેવી મોંગલ માતાજીનું સ્થાપન હતું. જ્યારે કમલિયા પરિવારની માતા માતાજીની સેવા કરી રહી હતી ત્યારે વર્ષ સારૂ રહ્યું હતું. ત્યારે આ માલધારી પોતાના વતનની રાહ જોઈ રહ્યં હતા ત્યારે માજીના બેન સમા ચારણે કહ્યું કે માતાજી તમારું ધ્યાન રાખશે.

માતાજીને જો શ્રદ્ધાભાવથી પૂજવામાં આવે તો તમામ મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. આજની તારીખમાં માતાજીને દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો આવી પહોંચે છે. આની સાથે જ માતાજીના દર્શનનો લ્હાવો લે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *