ગુજરાતમાં શનિવારે અને રવિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાણો કઈ-કઈ તારીખે છે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે દિવસ સામાન્ય અને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ , મહીસાગરમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. 8,9,10 તારીખે ભારે વરસાદની આગાહી છે. 8,9,10 તારીખે ભારે વરસાદ ની આગાહી

આજે દાહોદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.

જુલાઈ મહિનામાં મેઘરાજાએ કરી મહેરગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે.

જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે. રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી પાચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો ખેડબ્રહ્મામાં પોણો ઇંચ, પોશીના,વડાલી, વિજયનગર અને તલોદમાં વરસાદના ઝાપટા પડ્યા હતા.બીજી તરફ હિમતનગરના કેટલાક વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો.

2 કલાક મેઘરાજા મનમૂકીને વરસ્યાહિમતનગર શહેરમાં ગુરુવારે વહેલી સવારે મહાવીરનગરથી મોતીપુરા સુધી વરસાદ વરસતા ક્યાંક રોડ ભીના તો ક્યાંક રોડ પર પાણી ભરાયા હતા. મોતીપુરા વિસ્તારમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને પસાર થતો અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયું હતું. જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. તો કરેલા ખાડા અને ખુલ્લી ગટરો પાણીમાં એક સમાન થતા વાહન ફસાવવાના બનાવો સામે આવ્યા હતા. તો ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી. જેને લઈને નુકસાન થવા પામ્યું હતું.

સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયાબીજી તરફ વેપારીઓ અને દુકાનદારો પાણી ભરાતા પરેશાન થયા હતા. વરસાદ જયારે પડે ત્યારે પાણી ભરાઈ જાય વાહન ચાલકોને વાહન ફસાઈ જાય ત્યારે આર્થિક નુકસાન તો ગટરમાં પડી જાય તો શારીરિક નુકસાન વેઠવાનો વારો આવે છે, પરંતુ ટોલમાં કોઈ નુકશાન નથી આવતું.

હાઈવે પર કોઈ સવલત નહિ ટ્રાફિક જામ અને નુકસાન થાય છતાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ બંધ નથી કરવામાં આવતો અને ટોલ લઈને કોઈ સલવત પણ નથી આપવામાં આવતી. નઠારું તંત્રને પણ રજુઆતો છતાં કોઈ કાર્યવાહી નહિ થતા વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ પણ ભાગી પડ્યા છે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.​​​​​​​ સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા 20 મીમી,તલોદ 03 મીમી,પોશીના 07 મીમી,વડાલી 07 મીમી અને વિજયનગરઅમ 07 મીમી વરસાદ નોંધાયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *