ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ચારેય બાજુ જળબંબાકાર જોઈને એકવાર તો તમે પણ સ્તપધ થઈ જશો…અંબાલાલ પટેલની આગાહી

બુધવારે સવારના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉપરવાસમાં ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. પરંતું સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો સપાટી 134.32 મીટરે પહોંચી છે. જોકે ઉપરવાસમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી રહી છે. છે.

પાણીની આવક 5,58,599 ક્યુસેક નોંધાઈ છે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાય છે. નદીમાં કુલ જાવક (દરવાજા પાવરહાઉસ) 5,72,000 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

દેવ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાયું, કાંઠાના ગામોની મુશ્કેલી વધી તો બીજી તરફ, દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં પાણી છોડાતા ડભોઈના ગામના લોકોની ચિંતા વધી છે. દેવ ડેમમાંથી ગત મોડી રાત્રે 2894 ક્યૂસેક પાણી છોડાયું છે.

આવામાં યાત્રાધામ ચાંદોદના મહાલરાવ ઘાટના 108 માંથી 17 પગથિયા બાકી રહ્યાં છે. નર્મદા કાંઠા વિસ્તારના પણ 7 ગામને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. દંગીવાળા, નારણપુરા, અમરેશ્વર, બનૈયા, પ્રયાગપુરા, અંગુઠણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહીતો બીજી તરફ, ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

જેમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મેશ્વો ડેમ મધ્યરાત્રીએ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને લઈને ભિલોડા અને મોડાસાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મેશ્વો ડેમમાં 6370 ક્યૂસક પાણીની સતત આવક થઈ રહી છે. રાત્રીના 12 વાગ્યાં સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. શામળાજી, બહેચરપુરા, શામાળપુર,ભવાનપુર, ખેરંચા,ગડાદર,જાલીયા જેવા ગામોને સતર્ક કરાયા છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સાવચેતી જાહેર કરાઈ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ ગાંધીનગર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.

નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો,.

જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *