ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અમરેલી સુરત અમદાવાદમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 1તારીખ પછી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી તોફાની આગાહી…

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. જ્યારે આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. આજે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. 4 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે.

આજે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ બેટની સ્થિતિમાં જ છે. વાવ તાલુકાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે.

વરસાદ બંધ થયાને એક સપ્તાહ થયો પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં પાણી નથી ઓસર્યા. વાવ તાલુકાના ડેડાવા ગામે શાળામાં પણ હાલ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરેલા હોવાના કારણે છેલ્લા 10 દિવસથી બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં જોવા મળી રહ્યું છે.

બીજી બાજુ મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં 43 હજાર 617 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની જળ સપાટી 416.11 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાવર હાઉસ મારફતે 15 હજાર 900 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે. કેનાલ મારફતે પણ 1 હજાર 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

તદુપરાંત ધરોઈ ડેમ રુલ લેવલ કરતા વધુ ભરવાનો નિર્ણય કરાયો છે. ધરોઈ ડેમ 621 ફૂટ સુધી ભરાશે. ધરોઈ ડેમનું રુલ લેવલ 619 ફૂટ થયું છે. ખેડૂતોના હિતમાં રુલ લેવલથી વધુ ડેમ ભરાશે.
ધરોઈ ડેમમાં હાલ 91.10 ટકા પાણીનો જથ્થો છે. ઉપરવાસનો વરસાદ ઓછો થતા વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 136.03 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 4 લાખ 83 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ. પાણીની આવક સામે 4 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું. રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક પણ ચાલુ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100% વરસાદ થઈ ચૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં હળવા ચક્રવાત સાથે કેટલાક વિસ્તારમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું કે, સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસું વિદાય થતી હોય છે.

ઓક્ટોબરના આવતા ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે, પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે અનેક રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થશે. તારીખ 31 સુધી ક્યાંય છૂટો છવાયો વરસાદ થશે.

સપ્ટેમ્બરમાં અડવા ચક્રવાત થવાની સંભાવના છે. સપ્ટેમ્બર ની શરૂઆતમાં અને આઠથી 11 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાના વ્યક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

13 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ થવાના વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં સારા વરસાદના એંધાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કર્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આગામી મહિનામાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આગામી મહિનામાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ત્રણ દિવસ સામાન્યથી હળવા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં હળવા ચક્રવાત સાથે કેટલાક વિસ્તારમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *