હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લમાં ઓગસ્ટ મહિનાની આ તારીખે ભુક્કા બોલાવતા વરસાદની આગાહી જાણો તમારા વિસ્તારનું નામ છે કે નહીં…

રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. અતિ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તો બીજી તરફ અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. રાજુલાના દાતરડી ગામ નજીક રોડ ઉપરના ખાડા ઉપર પાણી ભરાતા હાઈવે બંધ કરાયો છે. વરસાદ પડતાં ખાડાઓ પાણીથી છલોછલ ભરાતા ભારે વાહનો અટવાયા છે. ટ્રકો સહિત ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોએ અધૂરા મુકેલા કામના કારણે વાહન ચાલકો પરેશાન છે. નેશનલ ઓથોરિટી દ્વારા વ્યવસ્થા નહિ થતા ગામ લોકોએ જાતે જેસીબી બોલાવી વાહન વ્યવહાર શરૂ કરવા કવાયત શરૂ કરી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જયારે આજે લીંબડી શહેર તેમજ આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. લીંબડી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લીંબડી શહેરમાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

લીંબડી શહેરના મુખ્ય માર્ગ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. વરસાદ આવતા ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે. લીંબડી શહેરના છાલીયા પરા વિસ્તારમાં છેલ્લા બે કલાક વધુ સમયથી વીજ પુરવઠો પણ બંધ થઇ જવા પામ્યો છે. જ્યારે ચુડા તાલુકાના ગામ ભૃગુપુરમાં વાડી વિસ્તારમાં બે લોકો ઉપર વીજળી પડતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તેમજ ગોખરવાળા ગામમાં માતાજીના મંદિરના ઘૂંઘટ ઉપર વીજળી ત્રાટકી હતી તેમાં મંદિરના ઘૂંઘટને નુકશાન પહોંચ્યું હતું.

અમરેલી જિલ્લામાં મેઘ સવારી યથાવત છે. અમરેલી જિલ્લાના લાઠી બાબરા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજુલાના સાજણવાવની સાજણી નંદીમા પુર આવ્યુ છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ, તુરખા રોડ, સાળગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના જલાલપોર તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં રાત્રે 12 થી 4 વાગ્યના 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારી શહેર અને તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા નીચે મુજબ છે.

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સિહોર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સિહોર પંથકના સોનગઢ, સણોસરા, અમરગઢ, રામધરી, બુઢણા, ભાવુપરા, ગઢુલા, ખાંભા, ઝરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલ ધોધમાર વરસાદને લઈ સિહોર-રાજકોટ હાઇવે રોડનો વાહન વ્યવહાર થંભી ગયો છે. 30 મિનિટથી સિહોર પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધમરોળી રહ્યા છે. હાઇવે રોડ ઉપર વરસાદને લઈ વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી રહી છે.

રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ શરૂ થયો છે. કાળીપાટ, ત્રંબા, મહીકા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આઠ દિવસના વિરામ બાદ ફરી રાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ નિંદામણ કાર્ય અને સાતી હાંકવાની શરૂ કર્યું ત્યાં જ ફરી વરસાદ શરૂ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું રાઉન્ડ શરૂ થયો છે. જો સતત વરસાદ અને ભારે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થશે. જો કે હળવા અને મધ્યમ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. કપાસ-મગફળી સહિતના પાકમાં ફાયદો થશે.

મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ વળતા કાલથી ચોમાસું સક્રિય થશે. ત્રણ દિવસ સુધી મધ્યમથી 3 ઈંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસાને હજુ બે મહિના બાકી છે. ત્યારે આ બે મહિના જૂન-જુલાઈ જેવો જ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી વરસાદનું જોર રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય 6 અને 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર- કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ હોય ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેતું હોય છે. ગુરુવારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્નનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે બાકીના જિલ્લામાં મહત્તમ તાપમાન 31થી લઇને 33 ડિગ્રી સુધીનું રહ્યું હતું. રાજકોટમાં બુધવારે સાંજના સમયે આકાશ વાદળોથી ગોરંભાયું હતું. પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર છાંટા જ પડ્યા હતા. હાલમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોવાને કારણે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની માત્રા વધારે રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *