આજે થી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની મોટી આગાહી ગુજરાત માથે મોટી આફતના એંધાણ ગુજરાતીઓ ખાસ સાચવજો નહિતર…

ગુજરાત રાજ્યમાં હાલમાં બરોબર નો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. નદીઓ અને ડેમ પણ છલકાયા છે તો અમુક જગ્યાએ ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે પણ કલાકો સુધી બંધ રહેવા પામ્યા છે. વેચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે ત્યારે હજુ પણ આગામી 24 કલાક મેઘરાજા ગુજરાતને

બરોબર ધમરોલશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં હજુ અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું તેમજ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત મોરબી જામનગર દ્વારકા રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.ઉપરવાસની અંદર ભારે વરસાદની આવકને કારણે નર્મદા નદીની જળ સપાટી ની અંદર સતત વધારો થઇ

રહ્યો છે અને બીજી બાજુ તોફાની વરસાદના કારણે ઘણા રસ્તાઓની અંદર પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે ને અરવલ્લી ની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને મોટાભાગના વિસ્તારની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે.મોડાસા સાબરકાંઠા મહેસાણા હિંમતનગર પંચમહાલ ની અંદર પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં નવા નીર ની આવક થઈ છે.

બીજી બાજુ અરવલ્લી અને મોડાસા ની અંદર પણ વરસાદ પડી રહ્યો છે ને ગઈકાલે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ ની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી ગયા હતા.સાબરકાંઠા ની અંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોની અંદર પણ એક અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી અને આસપાસના જળાશય વિસ્તારની અંદર પણ ભારે પાણીની આવક હતી.

અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ કાચરોલ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના સરપંચ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગામમાં આલવા જવા માટે ટ્રેક્ટર મુકવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી – વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ – ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ.

સુરતના પર્વત ગામમાં ખાડીના પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાયા છે. પર્વત ગામ અને ગોડાદરા જવાનો રસ્તો બંધ. સ્કૂલમાં પાણી ભરાતા આજે રજા અપાઈ. નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે. દુકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે.

બનાસકાંઠામાં દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે ઉપર ફરી વળ્યા પાણી. ભારે વરસાદને લઈને હાઇવે ઉપર નદીઓ વહેતી થઈ. દાંતીવાડા થી પાંથાવાડા ના 30 ગામોને જોડતા રસ્તા ઉપર પાણી જ પાણી. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દાંતીવાડા પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સંતરામપુર, પલસાણા, સાગબારા, વાંસદા, વિજયનગર, ઉમરગામ, બાયડ, લુણાવાડા, વાલોડ, ગણદેવી, બારડોલી, વડોદરા, વેરાવળ, વઘઈ, પાટણ, ભાભર, માંગરોળ, નેત્રંગ, જોડિયા, મેઘરજ, કોડિનાર, વ્યારા, ધ્રોલ, સુઈગામ, સરસ્વતી, આંકલાવ, જોટાણા, રાધનપુર, થરાદ, ધનસુરા, તાલાલા, માલપુર, મોડાસા, વાડિયા, સાંતલપુર, કડાણા, ખેડબ્રહ્મા અને મોરબીમાં 2થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

સુબીર, રાજુલા, દેડિયાપાડા, સંખેશ્વર, ખાનપુર, સુરત શહેર, હારીજ, માળિયા, વિસનગર, ટંકારા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, હાલોલ, મેંદરડા, વિજાપુર, અમદાવાદ શહેર, ગિર ગઢડા, મહુવા-ભાવનગર, બારડોલી, જેતપુર પાવી, કુતિયાણા, માણાવદર, પ્રાંતિજ, મેમદાવાદ, નાંદોદ, ધનપરુ, સમી, કપડવંજ, રાપર, બોરસદ, હિંમતનગર, ગરબાડા, લિમખેડા, સાવલી, જસદણ, નિઝર, ઉચ્છલ, ગારિયાધાર, કોટડાસાંગાણી, પાદરા, રાણાવાવ, ચોર્યાસી, તલોદ, કાલોલ, જામનગર, કેશોદ, અંકલેશ્વર, પોરબંદર, ગરુડેશ્વર, સંખેડા, કુકરમુંડા, જાંબુઘોડામાં એકથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

આણંદ, બગસરા, કલોલ, ઝાલોદ, ઓલપાટ, વલ્લભીપુર, ગાંધીનગર, ઉના, વડિયા, કડી, વીરપુર, ભેસાણ, ધોરાજી, બોટાદ, તિલકવાડા, સાણંદ, વાઘોડિયા, ફતેપુરા, ઉમરાળા, ક્વાંટ, માણસા, માંગરોળ, વંથલી, કઠલાલ, બાલાસિનોર, દેવગઢ બારિયા, જામકંડોરણા, ધારી, મુંદ્રા, ઘોઘંબા, જેસર, ભુજ, મોરવા હડફ, અમરેલી, ખંભાત, ખાંભા, ડભોઈ, માંડલ, ઝઘડિયા, ભચાઉ, મહુધા, સિનોર, જાફરાબાદ, તલાજા, દસ્ક્રોઇ, ભાવનગર, જામજોધપુર, લાઠી, ઘોઘા, શિનોર, કારંજ, ઉમરેઠ, ડેસરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અને તાલુકાઓમાં અડધાથી લઈ છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *