હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં ગામી આ દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી ઘરની બહાર નીકળતા પહેલા જરૂર વાંચો…

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ વરસાદે વીરામ જાહેર કર્યો હતો પરંતુ હવે આ વિરામ પૂર્ણ થયો છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદનો સૌથી મોટો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ રાઉન્ડ લઈને હવામાન વિભાગ દ્વારા ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્ય માટે આગામી દિવસો ખૂબ જ ભારે રહેશે.

હાલ સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. આ વર્ષે કંઈક અલગ રીતે જ વરસાદ પડી રહ્યો છે જુલાઈ મહિનામાં જે વિસ્તારોમાં વરસાદ હતો ત્યાં અમુક વિસ્તારોમાં એક સાથે 10 થી 15 ઈંચ જેટલો વરસાદ ખાપકી જાય છે જ્યારે અમુક એવા પણ વિસ્તારો છે જ્યાં ફક્ત છુટા છવાયા ઝાપટાઓ જ પડ્યા છે.

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે પરંતુ આ વર્ષે વરસાદ પડતાની સાથે ઠંડક તો છવાઈ ગઈ હતી પરંતુ વરસાદે વિરામ આપતા વાતાવરણના ક્લાયમેટમાં ખૂબ જ મોટા ફેરફારો જોવા મળ્યા જેના કારણે હાલ ગરમીના પ્રમાણમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઊંચું ચડ્યું છે.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સારું હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એવા કે સુરત, વલસાડ, નવસારીમાં મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે.

વિભાગની આગાહી અનુસાર છોટા ઉદેપુર, વલસાડ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત 6 ઓગસ્ટના રોજ નવસારી સુરત વાપી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે અને 8 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, બાબરા, મહુવા, બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તેમજ સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સાંબેલા ધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા થોડાક દિવસથી સમગ્ર ગુજરાત રાજ્ય પંથકમાં ભારે વરસાદથી લોકોને રાહત મળી છે અને ત્યારે ફરી એકવાર વરસાદને લઈને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ સામે આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર 7 ઓગસ્ટથી રાજ્યની અંદર ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છ

તેમજ 7 તારીખથી લઈને 8 તારીખ સુધી ઘણી જગ્યા ઉપર ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેની અંદર બંગાળની ખાડીને લઈને હળવું દબાણ સર્જાતા ભારે વરસાદને લઈને શક્યતાઓ છે.

હજુ પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 34% વરસાદની ઘટ છે. બીજા રાઉન્ડને લઈને રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફલો થયા છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમા સાર્વત્રિક વરસાદ આગામી દિવસોમાં જોવા મળશે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.સાત અને આઠ ઓગસ્ટના

રોજ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગ એ આશંકાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાય છે ને ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભરૂચ તાપી નર્મદા સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 70% થી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને તમને જણાવી દઈએ કે સૌથી વધારે કચ્છ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *