ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને તોફાની વરસાદની કરાઈ ભારે આગાહી અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય ગુજરાતના આટલા વિસ્તારોને ધમરોળી નાખશે મેઘરાજા આવતી કાલે ચેતી જજો હો નહીંતર…
હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 3 દિવસ ગુજરાત મા ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટના પણ ભારે વરસાદની આગાહી છે. 12 ઓગસ્ટના રોજ બનસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, મહીસાગર માં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બનાસકાંઠામાં વરસાદબનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.
સાબરકાંઠામાં ધોધમાર વરસાદસાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી.
તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.
વૈશ્વિક વાતાવરણમાં બદલાવ અને જળવાયુ પરિવર્તનના લીધે કચ્છમાં વરસાદની ટકાવારી વધી રહી છે. ભારત સરકારના અધ્યયનમાં પણ અા બહાર અાવ્યું છે. સરકારે સંસદમાં પણ વારંવાર દેશમાં કચ્છ સહિતના કેટલાક ક્ષેત્રોમાં વરસાદમાં વધારો થયો છે તેનો સ્વિકાર કર્યો છે. હાલની વાત કરવમાં અાવે તો હજુ અોટસ્ટની શરૂઅાત છે પરંતુ કચ્છમાં મોસમનો કુલ વરસાદ 573 મીમી (23 ઇંચ) થઇ ગયો છે. અેક સુદખ અાશ્ચર્યની વાત અે છે કે કચ્છમાં સતત ચોથા વર્ષે 500 મીમીથી વધારે વરસાદ થયો છે. છેલ્લા 42 વર્ષમાં અેવુ પહલી વાર થયું છે !
કચ્છમાં ચાલુ વર્ષનું ચોમાસુ અૈતિહાસીક બનવા જઇ રહ્યુ હોય તેમ લાગે છે. અામ તો સદીઅોથી કચ્છમાં વરસાદ અને દુકાળ સંતાકૂકડીની રમત રમતા અાવ્યા છે. અેટલે કે બે વર્ષ દુકાળ અને અેક વર્ષ સારૂ ચોમાસું, અેવી સિસ્ટમ ચાલી અાવતી હતી. જોકે છેલ્લા 42 વર્ષના વરસાદી ડેટાનું અેનાલિસીસ કરતાં ચોકાવનારા તથ્યો બહાર અાવ્યા છે. ખાસ કરીને 1980થી 2000 અને 2001થી 2022ના અાંકડાઅોમાં અને ચોંકાવના છે. સાૈથી ચોંકાવનારી વાત અે છે કે છેલ્લા 22 વર્ષના ચોમાસાને જોવામાં અાવે તો કચ્છની સરેરાશમાં અધધ 5 ઇંચનો વધારો થયો છે !
કચ્છમાં અેકાદ ભયંકર દુકાળનો વર્ષ તો લગભગ તમામ દાયકામાં અાવે છે. પણ અેકંદરે કચ્છમાં વરસાદની ટકાવારી વધી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ 1980થી 2000 સુધીના 21 વર્ષોમાં વરસાદની સરેરાશ ટકાવારી કાઢવામાં અાવે તો માત્ર 340 અેમઅેમ (અંદાજે 14 ઇંચ) જેટલી થાય છે. ત્યારબાદ ભૂકંપ બાદ 2001થી ચાલુ વર્ષ 2020 સુધીના ચોમાસાના વરસાદની સરેરાશ કાઢવામાં અાવતે તો હેરત પમાડે તેવી સરેરાશ નિકળે છે ! અા 20 વર્ષની સરેરાશ કચ્છ માટે અધધ 484 અેમઅેમ (અંદાજે 19 ઇંચ) જેટલી થાય છે !
અામ માત્ર 20 વર્ષમાં સરેરાશ વરસાદમાં અાટલો મોટો જંપ અાશ્ચર્ય ફેલાવનારો છે. અા દરમિયાન વર્ષ 2019થી 2022 સુધી સતત ચાર વર્ષ 500 મીમીથી વધારે વરસાદ થયો છે. અા અાૈતિહાસિક અેટલા માટે છે કે છેલ્લા 42 વર્ષમાં અેટલે કે 1980થી અત્યાર સુધી અાવુ અેકે વખત થયું નથી. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ સહિતના લીધે પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે. ત્યારે કચ્છમાં તો હાલ વરસાદ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બાકી દુકાળ અને કચ્છનો નાતો તો સદીઅો જૂનો છે. તેથી તેનાથી પીછો છૂટ્યો તેવું હરગીજ માની લેવાય નહીં
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.