કાલે સૌરાષ્ટ્રના દ્વારકાધીશ મંદિરની ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ જાણો કારણ

ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા.સાડા 6 ઈંચ વરસાદથી વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા.વરસાદના કારણે દ્વારકાના અનેક જીલ્લાઓમાં વરસાદ અનરાધાર પડ્યો છે.જેના કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વાતાવરણ સારૂ ના હોવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કલ્યાણપુર 6.6 ઈંચ વરસાદ પડવાના કારણે દ્વારકા પાણી પાણી થઇ ગયું છે.લોકો જીવના જોખમ પર રસ્તાઓ પાર કરી રહ્યા છે.. સાની નદીમાં પૂર આવવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ભારે વરસાદના કારણે નદીઓ આવી જવાના કારણે લોકો દોરડા વડે પુલ પાર કરી રહ્યા છે

દ્વારકા મંદિરમાં વાતાવરણ ખરાબ હોવાના કારણે અડધી કાઠીએ ફરકાવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.સારો વરસાદ પડવાના કારણે પાક પણ સારો થવાની શક્યતાઓ જોવા મળશે.24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અમરેલી, રાજકોટ, જુનાગઢમાં, સુરતમાં વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે આજે દ્વારકા પંથકને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. દ્વારકા જિલ્લામાં વીજળીના કડકા ભડાકા અને તોફાની પવન સાથે સમગ્ર પંથકમાં સચરાચર મેઘ મહેર જોવા મળી હતી. તેવામાં ભારે વરસાદને લઈને જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી.

નોંધનિય છે કે, મંદિર શિખર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ આજે અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. તંત્રની સલાહને લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પછાળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા.

જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.

દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા જ ધજા ચડાવવામાં આવે છેદ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે.

ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનિય છે કે નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *