ખેડામાં ભત્રીજીની બહેનપણીએ સંબંધ રાખવાની ના પાડતા જ આધેડે રહેંસી નાંખી જોવો વીડિયો થયો વાયલર

રોતરના માતર તાલુકાના ત્રાજ ગામે જાહેરમાં 15 વર્ષીય સગીરાને હથિયારના ઘા મારી રહેંસી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્રાજ ગામમાં રહેતી 15 વર્ષીય કૃપાને દુકાન પાસે 42 વર્ષીય રાજુ પટેલે ગળા અને હાથ પર કટરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

માતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી. પોલીસ તપાસમા આરોપી આધેડે પોતાની ભત્રીજીની મિત્ર કૃપાના એકતરફી પ્રેમમાં કૃપાની કરી હોવાનું કબલ્યું હતું. કૃપાએ આરોપી સાથે સંબંધ ના રાખતા આવેશમાં આવી આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું હતું.

8 દિવસમાં 554 પાનાંની ચાર્જશીટ દાખલખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે 17 ઓગસ્ટના રોજ સગીરાની જાહેરમાં કરાઇ હત્યા હતી. જે મામલે ખેડા પોલીસે ગંભીરતા દાખવી સમગ્ર ભેદ ઉકેલી ફક્ત 8 દિવસમાં 554 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

શું બન્યુ હતું17 ઓગસ્ટના સાંજના સાત વાગ્યાના સુમારે ઘટી ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી

અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. બસ આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું.

ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક બનેલી ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.

કૃપા ઘરમાં સૌની લાડલી દીકરી હતી. મોતના 8 દિવસ બાદ પણ તેનાં માતા-પિતાની આંખોના આંસુઓ હજી સુકાયા નથી. લાડલીને યાદ કરીને હજી માતાપિતા રડ્યાં રાખે છે. દિલીપભાઈને 3 સંતાન હતાં, જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચ્ચેની સંતાન હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *