મંગળવારે બુધવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા આક્રમક રાઉન્ડ માટે રહેજો તૈયાર..આ જિલ્લા માં આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની કરાઈ ખૂબ જ મોટી આગાહી….
રાજ્ય માં આજે ફરીવાર વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.
તો રાજ્યમાં અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. એ સિવાય પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
ગઇકાલે એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ પડ્યો હતોઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યમાં એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પંચમહાલના જાંબુઘોડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડભોઈ, સંખેડામાં પણ એક થી સવા ઈંચ વરસાદ વરસ્યો. મહુવા, વઘઈ, વાલોદ, મહેસાણામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો. બોડેલી, બારડોલી, ડેડિયાપાડા, ગણદેવીમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો.
ગઇકાલે રાજ્યમાં સિઝનનો 97.53 ટકા વરસાદ વરસ્યો હતો. જેમાં 56 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 126 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એ સિવાય 68 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. માત્ર 1 જ તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો.
એ સિવાય કચ્છ જિલ્લામાં સૌથી વધુ 151 ટકા જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડ, નવસારી, પોરબંદર અને ગીર-સોમનાથમાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ જૂનાગઢ, છોટાઉદેપુર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વ્યાપક વરસાદ વરસ્યો હતો.
સમય ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ચારે તરફ છવાયો છે. વરસાદને લઈને હવામાન વિભાગ એ મોટી આગાહી કરી છે ત્યા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે આગાહી જાહેર કરતા જણાવ્યું કે ઉત્તર મધ્ય ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ નું જોર રહશે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને બીજી બાજુ સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ જ સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ પણ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે જેને લઇને અંબાલાલ પટેલ મોટી આગાહી આપી છે
અને આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલ જે પણ આગાહી કરે છે તે લગભગ મોટાભાગની સચોટ ને સાબિત થાય છે. આગાહીને કારણે ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થયો છે.સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક ભારે સાબિત થઈ શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ જામનગર દ્વારકા રાજકોટ મોરબી જ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને આ સાથે સિસ્ટમ સર્જાઈ શકે છે જે આવતીકાલે વરસાદ લાવી શકે છે.
રાજસ્થાની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સમગ્ર રાજ્યમાં 48 કલાક બાદ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી પણ જાહેર કરવામાં આવી છે. સૌથી ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણ ના વિસ્તારોમાં પડી શકે તેવી શક્યતા છે.પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત તાપી વલસાડ નર્મદા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાંથી સીધી અસર દેખાશે જેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 22 ઓગસ્ટથી લઈને ભારે થી અતીભારે વરસાદ જોવા મળી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.