મંગળવારે અને બુધવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી બે દિવસ આ વિસ્તારમાં મેઘ તાંડવ મચાવશે, ઘરની બહાર નીકળતા પહેલા એક વખત જરૂર વાંચજો અંબાલાલ પટેલ મોટી આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા કહેર બનીને તૂટી પડ્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે ફરી વખત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ભારતે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે, આગાહી વચ્ચે અમદાવાદમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને મારે હાલાત અને સામનો કરવો પડ્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને બોપલ બોડકદેવ બાપુનગર વસ્ત્રાપુર સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને શેરીઓ રસ્તાઓમાં પાણીના ધરકાઓ થવાના ચાલુ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુરત ના ઉમરપાડા નિજાર હાંસોટ કુકુમડા જેવા વિસ્તારમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
મિત્રો તમને જણાવી દઈએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને નીચેના વાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.