પેટ્રોલ-ડીઝલમાં 20 રૂપિયાનો વધારો ઝિંકાશે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે દેશમાં ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો કોણે આપ્યો સૌથી મોટો સંકેત

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 10 રૂપિયા પ્રતિ લિટરના નુકસાન સાથે પેટ્રોલનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય ડીઝલના વેચાણ પર કંપનીને પ્રતિ લિટર 14 રૂપિયાનું નુકસાન થયું છે. આ જ કારણ છે કે કંપનીને અઢી વર્ષમાં પહેલીવાર એક ક્વાર્ટરમાં નુકસાન થયું છે.

કંપનીને મોટું નુકસાનદેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ અને ફ્યુઅલ રિટેલરે ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 1,992.53 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. કંપનીએ આ સાથે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,941.37 કરોડનો ચોખ્ખો નફો રળ્યો હતો. જ્યારે, અગાઉના એટલે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 6,021.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

EBITDA 88% સુધીની ઘટIOCની કર, વ્યાજ, ઘસારા અને ઋણમુક્તિ પહેલાંની એકલ આવક (EBITDA) વાર્ષિક ધોરણે 88 ટકાથી ઘટીને રૂ. 1,358.9 કરોડ થઈ છે. જ્યારે, કંપનીને રૂ. 1,992.5 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. જો કે, ક્વાર્ટર દરમિયાન કંપનીનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) ઊંચા સ્તરે એટલે કે બેરલ દીઠ $31.8 રહ્યું છે.

આ છે ઈનકમમાં ઘટાડાનું મુખ્ય કારણICICI સિક્યોરિટીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “કંપનીની આવકમાં ઘટાડાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ પરના માર્જિનમાં તીવ્ર ઘટાડો છે. કંપનીને પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 14 રૂપિયાનું નુકસાન થયું છે. આ સિવાય એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાથી કંપનીને સ્ટોરેજ પર 1,500 થી 1,600 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.

સરકારી તેલ કંપનીઓએ નથી વધાર્યો ભાવરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓ કિંમત પ્રમાણે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે, પરંતુ IOC સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)એ ખર્ચમાં વધારો કરવા છતાં વાહનના ઈંધણના ભાવમાં વધારો કર્યો નથી.

109 ડોલર પ્રતિ બેરલ વેચાઈ રહ્યું છે કાચું તેલહાલમાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત સરેરાશ 109 ડોલર પ્રતિ બેરલ પર બેઠી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ પંપ પર વાહન ઈંધણની કિંમત 85 થી 86 ડોલર પ્રતિ બેરલના ભાવ અનુસાર નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી-માર્ચ 2020 ક્વાર્ટર પછી કંપનીની આ પ્રથમ ત્રિમાસિક ખોટ છે. તે સમયે મોંઘા ક્રૂડ ઓઈલના પ્રોસેસિંગને કારણે કંપનીને સ્ટોરેજ પર નુકસાન થયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *