ઓગસ્ટ મહિનાની આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં તૂટી પડશે મેઘરાજા હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીરાજ્યના હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 ઓગસ્ટે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણરાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાનો છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો 22 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે.

ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશેરાજ્યના હવામાન વિભાગ પ્રમાણે લો પ્રેસર સિસ્ટમ બની હોવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. કુલ પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. એટલે કે શ્રાવણના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

મહેસાણામાં વરસાદમહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે

સંતરામપુરમાં પણ વરસાદછેલ્લા ચોવીસ કલાકમાં સંતરામપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કડાણા તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે, લુણાવાડામાં 17 mm, ખાનપુરમાં 15 mm, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 124.27 ટકા વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેરબનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહીગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *