પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારનું વ્રત કરવાથી થાય છે દરેક મનોકામના પૂરી, બસ આ વાતનું રાખજો ખાસ ધ્યાન પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા કરી હતી આ પૂજા
શ્રાવણ માસ ભગવાન શિવ, ત્રિલોકનાથ, ડમરુંધારી શિવ-શંકરની પુજા-અર્ચનાનો અધિક મહાત્મ્ય ધરાવે છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાને માટે શ્રાવણ માસમાં ભક્તજનો તેમનું અનેક પ્રકારે પુજન-અભિષેક કરે છે. ભગવાન શંકર તુરંત જ પ્રસન્ન થતા દેવ હોવાથી તેઓની પુજા-અર્ચના, અભિષેક કરી
તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ધન્યતા અનુભવીએ છીએ. ભક્તો તેમની મનોકામના પુર્ણ કરે છે. બધા જ સોમવારના દિવસોએ વ્રત કરવાથી વર્ષ આખાનું પુણ્ય મળે છે. સોમવાર વ્રતના દિવસે પ્રાતઃકાળમાં સ્નાનાદિક ધ્યાન ઉપરાંત શિવ મંદિર અથવા ઘર પર જ શ્રી ગણેશજીની પુજા સાથે શિવ પાર્વતી અને નંદી, બીલીની પુજા કરવામાં આવે છે.
આ દિવસે પ્રસાદના માટે પાણી, દૂધ, દહીં, મધ, ઘી, ધૂપ-દીપ અને દક્ષિણા, સાકર, જનોઈ, ચંદન, બિલ્વપત્ર, ભાંગ, ધતૂરો સાથે જ નંદી વૃષભને માટે ઘાસચારો અથવા તો લોટના પીંડ બનાવી ભગવાન પશુપતિનાથની પુજા કરવામાં આવે છે. રાત્રી સમયે ઘી અને કપૂર સહિત ધુપ કરી આરતી કરતાં શિવ મહિમા કરવામાં આવે છે.
શ્રાવણ માસના લગભગ બધા જ સોમવારમાં આવી જ પ્રક્રિયા કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વ્રત કરીને અખંડ સૌભાગ્ય મેળવે છે. શિવમંદિરોમાં જલાભિષેક કરતા વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અકર્મણ્ય વ્યક્તિઓને રોજીરોટી અને કાર્યો મળતા તેમના માન સન્માનમાં ઉમેરો થાય છે.
સદ્ગૃહસ્થો, નોકરિયાતો અથવા તો વ્યાપારીઓ શ્રાવણનાં સોમવારનું વ્રત કરવાથી ધન, ધાન્ય અને લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે. પ્રૌઢો તથા વૃદ્ધ વ્યક્તિઓ જો સોમવારનું વ્રત રાખે તો તેઓને આ લોક અને પરલોકમાં સુખ-સુવિધા અને આરામ મળે છે. સોમવારના વ્રતના દિવસે ગંગાજળથી સ્નાન કરવું અને મંદિર તથા શિવ મંદિરમાં જળ ચઢાવવું.
કુમારિકાઓ સારા કુળવાન, સંસ્કારી પતિ મળે તે માટે શ્રાવણના સોમવારનું વ્રત કરે છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિ તથા પુત્રના રક્ષણ કાજે અને ઉન્નતિ માટે વ્રત કરે છે. કુમારિકાઓ મનગમતા ભરથાર મળે તે માટે પુર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી વ્રત કરે છે. શ્રાવણ વ્રત કરવાથી કુળની વૃદ્ધિ થાય છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સન્માન મળે છે.
આ વ્રતમાં મા પાર્વતીજી અને શિવજીનું પૂજન કરવામાં આવે છે. શિવ પૂજા-આરાધના માટે ગંગાજળથી સ્નાન કરી અને ભસ્મ અર્પણ કરવાનું ખાસ મહત્વ રહ્યું છે. પુજામાં ધતૂરાનું ફૂલ, બીલીપત્ર, ધતૂરાનું ફળ, સફેદ ચંદન, ભસ્મ વગેરેનો ઉપયોગ અનિવાર્ય છે. પ્રભાતે સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને કામ-ક્રોધ જેવા દુષણો તજીને સુગંધિત શ્વેત ફૂલો લઈ ભગવાનનું પૂજન કરવું. નૈવેધમાં અભિષ્ટ અન્નના બનેલા પદાર્થને અર્પણ કરવા.
શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ત્યારે નર્મદા જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર શરૂ થાય છે. જેમાં ખાસ કરીને શ્રાવણ માસની શરૂઆત છે અને આજે પ્રથમ સોમવાર છે ત્યારે શિવાલયોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. હાલ નાંદોદ તાલુકાના જીતનગર નંદીકેશ્વર મહાદેવના મંદિરે સવાલાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચાલુ છે. ત્યારે અહી દુરદુરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.
શ્રાવણ મહિનાના પ્રારંભથી જ નર્મદા જિલ્લાના શિવાલયોમાં ઓમ નમ: શિવાયના નાદ સાથે ભક્તો ઉમટી પડે છે. નાંદોદ તાલુકાના જીતનગરમાં આવેલ નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિતે દરરોજ નવા નવા શૃંગાર ભગવાન શિવજીના દર્શન થાય છે. 500 વર્ષ જુના આ પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટારવથી મંદિર ગુંજી ઉઠે છે અને દર્શનાર્થીઓની ભીડ જામે છે. ખાસ કરીને અહી શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શીવલિંગની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પૂરતી થતા આ પૂજન કરાવતા હોય છે.
શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે.
પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે. પાર્થેશ્વર પૂજા ચિંતામણી સમાન છે. સર્વ કાર્ય સિદ્ધિદાયક છે. શ્રાવણ માસ દરમિયાન જુદી-જુદી સંખ્યામાં વિવિધ સામગ્રીથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજન કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થો ચરિતાર્થ થાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.