રક્ષાબંધન ના દિવસે ગજબની પડશે ધોધમાર વરસાદની એન્ટ્રી આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, માછીમારો હવે ચેતી જજો નહિતર…

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડના પારંભ ની ઘડીઓ ગણાય છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ અનેક જગ્યાએ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં શ્રાવણના સરવેડા જેવા વરસાદી માહોલ વચ્ચે

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ અને અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે અને માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી

છે.મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ દમણ અને ગુરુવારે ડાંગ નવસારી વલસાડ દમણ અને શુક્રવારે ડાંગ નવસારી વલસાડ દમણ અમરેલી ભાવનગર બોટાદમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી

કાળાડીબાંગ વાદળો છવાતાં વરસાદનો નવો રાઉન્ડ થયો છે. અડધાથી બે ઇંચ જેટલો ભારે વરસાદ અમુક વિસ્તારોમાં વરસી જતા સૌરાષ્ટ્ર ના 19 ડેમોમાં અડધા થી ફૂટ જેટલા નવા પાણીની આવક થઈ છે જ્યારે 14 જેટલા ડેમો તો ઓવરફ્લો થયો છે અને 21 ડેમ માં 70 થી 90 ટકા સુધી ભરાઈ જતા નદીકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે

તેમજ અમુક ડેમો ને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.જામનગર જિલ્લાના છ ડેમમાં વરસાદી પાણી આવ્યા હતા અને દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે અને આપને જણાવી દઈએ કે ઘણા બધા ડેમો ઓવરફલો થવાની તૈયારીમાં છે ત્યારે તેમના દરવાજા ખોલવાની ટૂંક સમયમાં ફરજ પણ પડી શકે છે.

ગુજરાત પરથી આગામી દિવસોમાં મોનસૂન ટર્ફ પસાર થશે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *