રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો રાખડી બાંધતા પહેલાં ખાસ કરો આ નાનો ઉપાય ભાઈ-બહેન બન્નેને મળશે આરોગ્ય વરદાન આ સમયે ભાઇને રાખડી બાંધવી ભારે પડી જશે
ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ અને રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રાનો સાયો રહેવાનો છે. શનિદેવની બહેન ભદ્રાના સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય તો એ સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. આ વખતે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. પૂનમ બીજા દિવસે, એટલે 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. એ પછી શ્રાવણનો વદ પક્ષ શરૂ થઈ જશે. પંચાંગ ભેદને કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઊજવાશે.
સૂર્યોદયથી પૂનમ તિથિ ત્રણ મુહૂર્તથી પણ ઓછા સમય સુધી રહેશે, એટલે રક્ષાબંધન પર્વ 11 ઓગસ્ટના રોજ વધારે શુભ રહેશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે. ભદ્રા રાતે 8.30 વાગ્યા સુધી રહેશે. એ પછી જ રાખડી બાંધવી જોઈએ. આ દિવસે રાતે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોખડિયું રહેશે. આ સમયે રાખડી બાંધવી વધારે શુભ રહેશે.
ભદ્રા સાથે જોડાયેલી માન્યતાપં. શર્માના જણાવ્યા પ્રમાણે, ભદ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડા વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતાં નથી. શુભ કાર્ય, જેમ કે લગ્ન, મુંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે.
રક્ષાબંધનના દિવસે વૈદિક રાખડી બનાવોશ્રાવણ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી-દેવતાઓની પૂજા કરો. પિતૃઓનું તર્પણ કરો. આ દિવસે રાતે 8.30 વાગ્યા પછી રેશમનાં કપડાંમાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનો સિક્કો રાખી શકો છો. આ વસ્તુઓની પોટલી બનાવો. ભાઇના માથા ઉપર તિલક લગાવો અને કાંડા ઉપર રેશમી કે સૂતરના દોરા સાથે આ પોટલી બાંદી દો. રાખડી બાંધતી વખતે ભગવાન પાસે ભાઇને બધી જ પરેશાનીથી બચાવવાની પ્રાર્થના કરો.
રક્ષાબંધનના દિવસે ગ્રહ સ્થિતિરક્ષાબંધનના દિવસે ગુરુ મીન રાશિમાં વક્રી રહેશે. ચંદ્ર શનિ સાથે મકર રાશિમાં રહેશે. આ ગ્રહોની યુતિથી વિષયોગ બને છે. ગુરુની દૃષ્ટિ સૂર્ય પર રહેશે, સૂર્યની શનિ પર તથા શનિની ગુરુ પર દૃષ્ટિ રહેશે. ગ્રહોના આ યોગમાં આપણે વધારે સાવધાની રાખવી જોઈએ. નાની બેદરકારી પણ નુકસાન કરાવી શકે છે.
શ્રાવણ પૂનમના દિવસે આ શુભ કામ કરી શકો છોપૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોને નવાં કપડાં, બૂટ-ચપ્પલ, છત્રીનું દાન કરવું જોઈએ. મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન કરો. સવારે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો. હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે હનુમાનજીના મંત્રનો જાપ કરો. શિવજીનો જળ અને દૂધથી અભિષેક કરો.
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલ છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.
રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેન માટે ખુબજ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. એ દિવસે ભાઈની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે બહેન ભાઈની હથેળી પર રાખડી બાંધે છે અને એ સાથે જ ભાઈ તેને ગીફ્ટ આપીને રક્ષાનું વચન આપે છે. રક્ષાબંધનથી જોડાયેલ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજીની પૂજા કરવાથી ભાઈ-બહેન બંનેનાં જીવનમાં શાંતિ બની રહે છે અને ખુશીઓનું આગમન થાય છે.
મા લક્ષ્મી રક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલ છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજી સહીત દેવી-દેવતાઓની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી ભાઈ બહેનનો સંબંધ અતુટ બને છે અને જીવનમાં ઘણી સફળતા મળે છે.
લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પૂજા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈના હાથમાં રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ખુબ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર રક્ષાબંધન પર કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રન્નામ પાઠ કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભાઈ-બહેન બંનેને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે. બંને વચ્ચેનો પ્રેમ વધે છે અને સંબંધ મજબુત બને છે.
શ્રી કૃષ્ણને પણ બાંધો રાખડી રક્ષાબંધન પર મા લક્ષ્મીની પૂજા કરવની સાથે ભગવાન શ્રી કૃષ્ણને પણ રાખડી બાંધવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, શ્રીકૃષ્ણ દ્રોપદીને બહેન માનતા હતા. જયારે દ્રોપદીનું ચીરહરણ થતું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેણી રક્ષા કરી હતી. એવામાં ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધવી શુભ ગણવામાં આવે છે.
રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેથી હવે રક્ષાબંધનને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત અને અંતના સમયને કારણે, રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022 કે 12 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવી તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે. વાસ્તવમાં, પૂર્ણિમાનો પ્રારંભ 11મી ઓગસ્ટે થશે, પરંતુ આ દરમિયાન ભદ્રાનો સમયગાળો હોવાથી તે સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણથી આ દિવસે રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી.
ભદ્રા કાળમાં શરૂ થશે પૂર્ણિમા તિથિ મળતી માહિતી અનુસાર, આ વર્ષે એટલે કે, 11મી ઓગસ્ટ 2022ના રોજ ગુરુવારે સવારે 10:38 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. પરંતુ પૂર્ણિમા તિથિ સાથે ભદ્રાનો સમયગાળો પણ શરૂ થશે અને તે 11 ઓગસ્ટની રાત્રે 08:51 મિનિટ સુધી રહેશે. આવી સ્થિતિમાં જે બહેનો 11મી ઓગસ્ટે રાત્રે 08:51 વાગ્યા પછી રાખડી બાંધવા માગે છે, તેઓ રાખડી બાંધી શકશે. આ પહેલાનો સમય અશુભ ગણવામાં આવતો હોવાથી ત્યારે રાખડી બાંધી શકાશે નહિ.
આ તારીખે બાંધો રાખડી11 ઓગસ્ટ 2022ના રોજ રાત્રીના 08:51 પછી શુભ મુહુર્ત શરુ થતું હોવાને કારણે ઘણા લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. 12મી ઓગસ્ટના રોજ સવારે 05:52 કલાકે સૂર્યોદય થવાની સાથે જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે અને તે લગભગ 3 કલાક સુધી ચાલશે.
આવી સ્થિતિમાં ઉદયા તિથિ અને શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને 12મી ઓગસ્ટની સવારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો સારું રહેશે. આ ઉપરાંત 12 ઓગસ્ટને શુક્રવારે ધાતા અને સૌભાગ્ય યોગ પણ બની રહ્યો છે. તેથી આવા શુભ યોગમાં ઉજવાતા ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર બંનેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય લઈને આવે છે.
આ કારણે ભદ્ર કાળમાં ન બાંધી રાખડી :ભદ્રા કાળમાં કોઈપણ શુભ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ. તેને ખુબ જ અશુભ સમયગાળો ગણવામાં આવે છે. તેથી ભદ્ર કાળમાં રાખડી બાંધવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં ભદ્ર કાળમાં કરેલું કામ પણ બગડે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં લંકાપતિ રાવણની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને બાદમાં તેનો સર્વનાથ થઈ ગયો હતો. તેથી ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. તેથી આ વર્ષે 12 ઓગસ્ટના રોજ શુભ મુહુર્તમાં રાખડી બાંધવી જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.