રવિવારે અને સોમવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને ભુક્કા બોલાવતી હવામાન વિભાગે કરી મોટી આગાહી આ રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ.

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રાજ્યના અનેક સ્થળોએ પાણી-પાણી થઈ ગયા છે. અરવલ્લી સુરત અંબાજી વડોદરા, રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ને સુરતમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

શનિવાર : નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, દમણ અને દાદરા નગર હવેલી, કચ્છ, દીવ ગીર સોમનાથ,

રવિવાર : વલસાડ, પોરબંદર, જૂનગઢ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દીવ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ,

સોમવાર : જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ડાંગ, વલસાડ, નવસારી, આણંદ, ભરૂચ, સુરત, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, તાપી, પોરબંદર, ભાવનગર, બોટાદ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી

મંગળવાર : ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, ભરૂચ, રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેડા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બે દિવસથી ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરતાં જ લોકોમાં ફરી ખુશીનો માહોલ પણ છવાયો છે.તો આ તરફ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. તો પ્રાચીતીર્થ માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે.

મચ્છુન્દ્રીનો દ્રોણેશ્વર ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. મંગળવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં બે કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબકયો હતો.અરવલ્લીમાં પણ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.વડોદરામાં પણ સાંજ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુરતમાં બપોરના બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા. સુરતના કામરેજ ના કોળી ભરથાણા ગામે વીજળી પડતા પાંચ લોકો બેભાન થઈ ગયા હતા.મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં કારણે પાણીને કારણે એક બાળક ગટરમાં પડી જતા 14 વર્ષે બાળકનું મૃત્યુ નીપજયુ હતું. સુરેન્દ્રનગરમાં પણ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધાંગધ્રામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ અને લીમડીમાં અઢી કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બોટાદમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.રાજ્યના 5 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 14 કલાકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર કરવામાં આવે તો વઢવાણમાં પાંચ ઇંચ અને બોટાદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસની આગાહી કરી હતી. તેમના મતે 48 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી છે. જ્યારે 8 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે થી ત્રણ સિસ્ટમ બનતા ગુજરાતમાં સારો વરસાદ થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *