રવિવારે અને સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે વાવાઝોડા જેવા વરસાદને લઈને કરાઇ મોટી આગાહી ઘર ની બહાર નીકળતા પહેલા જાણો

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રના બોટાદ સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. બોટાદ અને અમરેલીમાં તો નદીઓમાં પૂર આવ્યું હતું અને હવામાન વિભાગના મતે હજુ પણ આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના મતે આગામી 8 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બીજી

તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા, સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય 8 ઓગસ્ટ થી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ શરૂ થશે જે 15 તારીખ સુધી અવિરત રહેવાની આગાહી કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યું હતું અને વાદળછાયું વાતાવરણ થયું હતું.

સુરેન્દ્રનગર પંથકના લીમડી સાયલા ધાંગધ્રા ચોટીલા વઢવાણ સુરેન્દ્રનગર ચુડા મુળી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા અને મેઘ તાંડવ થી તંત્રની પોલ ખુલી ગઈ હતી. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો નવા બનાવેલા રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાતા અનેક વાહનોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો હતો.

મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં કારણે પાણીને કારણે એક બાળક ગટરમાં પડી જતા 14 વર્ષે બાળકનું મૃત્યુ નીપજયુ હતું. સુરેન્દ્રનગરમાં પણ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધાંગધ્રામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ અને લીમડીમાં અઢી કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકયો હતો.

શહેરમાં ચોમાસું સક્રિય થતાં શુક્રવારે સાંજે 6 થી 7 દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરનાં 20 સ્થળો પર વાહનોનાં ટાયરો ડૂબી જાય તેટલાં તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો.

વરસાદના કારણે શહેરના કલામંદિરના ખાંચા ઉપરાંત કારેલીબાગની અશોક સોસાયટી પાસે અને રાજમહેલ રોડના વ્રજસિદ્ધિ ટાવરમાં મીટરમાં શોર્ટસર્કિટ થતાં ફાયરબ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. 2 વૃક્ષ ધરાશાયી થયાં હતાં. ભારે વરસાદને કારણે અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 32.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 25.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 92 ટકા નોંધાયું હતું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે હાલમાં 28મો વર્ષા વિજ્ઞાન સેમિનાર યોજાયો હતો.ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને કેવો વરસાદ પડશે તેની આગાહી પ્રાણીઓના હાવભાવ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર અને વૃક્ષોમાં ફૂલોની પ્રક્રિયાના અવલોકનના આધારે જુદા જુદા આગાહીકારોએ કરી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વર્ષા વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યભરમાંથી વરસાદની આગાહી કરનારાઓ હાજર રહ્યા હતા. આ વર્ષે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે.

ફળો અને ફૂલોના આધારે આગાહી કરનારા મોહનભાઈના કહેવા પ્રમાણે આ વર્ષનું ચોમાસું વિચિત્ર લાગી રહ્યું છે.ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 આની અને અન્ય વિસ્તારોમાં 5 અથવા 8 એની વરસાદની શક્યતા છે. ત્યારે આ વર્ષે જૂન પછી ફળોના ફૂલો અને આકાશી દૃશ્યો સાથે ચોમાસું સક્રિય થવાની ધારણા છે.

ર વર્ષે વરસાદ વિજ્ઞાન સેમિનારમાં આગાહીકારોએ જુદી જુદી આગાહીઓ કરે છે. ત્યારે વર્ષોથી ચોમાસા વિજ્ઞાન સેમિનારમાં ભાગ લેતા પોરબંદરના ભીમાભાઈએ પશુધન અને પક્ષીઓના આધારે આગાહી કરી છે કે આ વર્ષે 15 થી 18 પછી વાવણી થશે અને આવી સક્રિય સિસ્ટમ જૂન અને જુલાઈમાં બે વખત ઉભી કરવામાં આવશે. જેના કારણે સારો એવો વરસાદ જોવા મળશે.

ચોમાસું 15 શરૂ થતા અઠવાડિયામાં મુંબઈ પહોંચવાની ધારણા છે. 6 પછી ભેજવાળા હવામાન અને વરસાદની શક્યતામાં ધીમે ધીમે વધારો થવાની અપેક્ષા રાખી શકીએ છીએ, પરંતુ વરસાદની પ્રવૃત્તિ ઓછામાં ઓછી 15 સુધી ઝરમર વરસાદ અથવા તો હળવા વરસાદ સુધી મર્યાદિત રહેશે: હવામાન તંત્ર

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *