આ માટે ભગવાન શિવને સોમવાર સૌથી વધુ પ્રિય છે – શ્રાવણ મહિનામાં સોમવાર પાળતા હોય તો ખાસ જાણી લેજો રહસ્ય.
શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. એમાંય સોમવાર એ મહાદેવનો સૌથી પ્રિય દિવસ છે ત્યારે આ દિવસે શિવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ શિવાલયો હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં છે. શહેરના તમામ શિવમંદિરોમાં હાલ ભોળાનાથને રિઝવવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
ધર્મ અને આસ્થા ભારતીય સંસ્કૃતિના પાયા છે. ભારતમાં ઉજવાતા દરેક તહેવારોની પાછળ કંઈક ને કંઈક દંતકથા રહેલી હોય છે. પવિત્ર મહિનાઓમાંના એક શ્રાવણ મહિનાનું અને તેમાં પણ ખાસ કરીને સોમવારનું વિશેષ મહાત્મય હોય છે. લોકવાયકા મુજબ ભગવાન શિવને સોમવાર વિશેષ પ્રિય હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આવતા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. બિલિપત્ર, દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરીને તેમની કૃપા મેળવવામાં આવે છે. કહેવાય છે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે.
શ્રાવણ માસમાં સોમવારનું અન્ય બીજી રીતે પણ ખૂબ જ મહત્વ છે. સોમવારના દિવસે ઘણા વ્રતો મનાવવામાં આવે છે. કહેવાય છે કે, માતા પાર્વતીએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે 16 સોમવારનું વ્રત કર્યુ હતું. આજે પણ ઘણી કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે 16 સોમવારના વ્રત કરે છે. શ્રાવણના પ્રથમ સોમવારથી આવનાર સતત સોળ સોમવાર સુધી ચાલતું આ વ્રત કરવાથી તમામ ઇચ્છાઓ પૂરી થતી હોવાનું પણ મનાય છે.
શ્રાવણ મહિના દરમિયાન સોમવારનું વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત એમ એકી સંખ્યામાં મહાદેવને બીલીપત્ર ચડાવવામાં આવે છે. આમ ભક્તો ક્રમબદ્ધ સાકરિયો સોમવાર, ભાખરીયો સોમવાર, ઉભો સોમવાર, મૌન સોમવાર, સોમવતી અમાસ કરીને ભગવાન શિવની પૂજા-આરાધના કરીને તેમના આશિષ મેળવે છે.
અષાઢ માસની પૂર્ણિમા બાદ આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણના મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો શિવ અને માતા પાર્વતીના મિલનનો હોય છે. આ મહિનામાં શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. દરેક જગ્યા પર ભોલેનાથની ગુંજ સંભળાય છે.
શ્રાવણ મહિનો 29 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ ગયો છે અને 27 ઓગસ્ટ સુધી ચાલશે. કહેવાય છે કે આ મહિનામાં સાચ્ચા મનથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમારી મનોકામના જરૂર પુરી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવાના તમામ જ્યોતિષી ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.
દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરવા અપનાવો આ ઉપાય દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય. તેનું સમાધાન સરળતાથી શ્રાવણ મહિનામાં કરી શકાય છે. આ મહિનામાં શિવજીનું માતા પાર્વતીની સાથે પુનઃમિલન થયું હતું. એવામાં પતિ અને પત્ની મળીને આખા શ્રાવણ મહિનામાં જો શિવલિંગનો જળાઅભિષેક કરે તો તેમની કામના જરૂર પુરી થઈ જાય છે અને તેમના દાંપત્ય જીવનું દરેક સંકટ દૂર થઈ જાય છે. માસિક ધર્મ વખતે આ કામ ફક્ત પતિ જ કરે પરંતુ પ્રભુ પાસે બન્નેની તરફથી જલાભિષેક સ્વીકાર કરવાની પ્રાર્થના કરે.
આર્થિક સમસ્યા દૂર કરવા માટેઆર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે શ્રાવણના મહિનામાં શિવલિંગની સ્થાપના કરો અને રોજ તેમની પૂજા કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ત્યાં જ નોકરીમાં પ્રગતિ માટે શ્રાવણના મહિનાની શિવરાત્રી પર માતા પાર્વતીને ચાંદીના વિંછિયા અથવા પાયલ અર્પિત કરો. મહિલાઓ સાથે સુહાગનો સામાન પણ અર્પિત કરી શકે છે. તે ઉપરાંત બળદને લીલુ ઘાંસ ખવડાવો.
રોગથી છૂટકારો મેળવવા માટે જો કોઈ રોગ ખૂબ જ પરેશાન કરી રહ્યો છે અથવા દવા કામ નથી કરી રહી તો શ્રાવણના કોઈ પણ સોમવારે શિવજીનો સરસવના તેલથી રૂદ્રાભિષેક કરો અને તેમના પંચાક્ષર મંત્ર “ઓમ નમઃ શિવાય”નો જાપ કરો. તેનાથી રોગ અને ઘણા પ્રકારના દોષ દૂર થશે.
શનિ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે જો જીવનમાં શનિનો પ્રકોપ છે તો શ્રાવણમાં કલશમાં જળ ભરીને તેમાં કાળા તલ નાખીને શિવજીને અર્પિત કરો અને પંચાક્ષર મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. તેનાથી ખૂબ લાભ થશે. તેનાથી તમારૂ દુર્ભાગ્ય પણ દૂર થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.