શુક્વારે અને શનિવારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનતા આ વિસ્તારોમાં વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદની આગાહી આ તારીખે તોફાની વરસાદનું રેડ એલર્ટ ઘરની બહાર નીકળતા પહેલા તમે જોજો હો

આજે ફરીથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી જ અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત ચોથા દિવસે શહેરમાં વરસાદી માહોલ. શહેરના પાળીયાદ રોડ,ગઢડા રોડ,ભાવનગર રોડ, સાળગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ.બોટાદ તાલુકા ના પાળીયાદ,બોડી ,તરઘરા સહિત ના ગામો માં વરસાદ શરૂ. સતત વરસાદ થિ ખેડૂતોમાં આનંદ.

ગઢડા તાલુકામાં આવેલ કાળુભાર ડેમ ના બે દરવાજા ખોલાયા છે. કાળુભાર ડેમ ના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં ડેમના બે ફુટ બે દરવાજા ખોલાયા. ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના ૧૫ જેટલા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. ગઢડા તાલુકાના અને ઉમરાળા તાલુકાના ગામોના જીવાદોરી સમાન છે કાળુભાર ડેમ. કાળુભાર ડેમની કુલ સપાટી ૫૯. ૩૬ છે હાલ લેવલ છે. કાળુભાર ડેમ ઓવરફલો થતા લોકોમાં આનંદ.

ભાવનગરના ભાલ પંથકમાં દરિયાની માફક વરસાદના પાણી ભરાયા છે. ભાલપંથક દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છેય ભાલ પંથકમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ નદીઓ ના પાણી ઘુસી ગયા છે જેના કારણે ભાલના બે ગામો નો સંપર્ક તૂટ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે ત્યારે ભાલપંથકનાં અન્ય ગામોને પણ વરસાદી પાણીની અસર થશે. જો વરસાદ વધશે તો માઢીયા, સનેસ, પાળીયાદ, સવાનગર, દેવળીયા નાં ગામોની સ્થિતિ વરસાદ ના કારણે વધું ખરાબ થશે.

ઉપરવાસ ભારે વરસાદના કારણે રંધોળી અને કાળુંભાર નદીના પાણી ભાલ પંથકમાં ઘૂસી ગયા. જેના કારણે ભાલનું પથકનું પાળીયાદ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણો થયું છે. ગાડી તુર બનેલી નદીઓના પાણી ગામ નજીક આવેલ કોઝવે ઉપરથી ભારે પ્રવાહ સાથે વહી રહ્યાં છે. બે ગામનો સંપર્ક તૂટી જતા ગ્રામજનો મુકાયા ફરી એક વખત મુશ્કેલીમાં. દર વર્ષે ચોમાસા દરમિયાન નદીઓના પાણી ભાલપંથકમાં ઘૂસી જાય છે. સંપર્ક વિહોણો થતા ગામમાં ઈમરજન્સી સેવાઓ પણ ઠપ થઈ છે, પુરના પાણીના કારણે ગામની સ્થિતિ હાલ વધુ ખરાબ બની રહી છે. ગ્રામજનો ભાવનગર પ્રશાસનની મદદની રાહ જોઈ રહ્યા છે.

ચોગઠ નજીક અમદાવાદ – ભાવનગર હાઈવે થયો બંધ રંઘોળી નદી પર ના પુલ પર પાણી ભરાતા વાહનો વ્યવહાર ખોરવાયો છે. ભાવનગર થી વલભીપુર નો રોડ પણ નદીઓમાં પુર આવતા બંધ થયો છે. વાહનોની લાઇન થતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસ ધોધમાર વરસાદ ને લઇ કાળુભાર નદી અને રંધોળી નદીમાં આવ્યું પુર જેના પાણી હાઇવે રોડ ઉપર ફરી વળ્યા છે. સાથે જ વલ્લભીપુર તાલુકાના ગામડાઓમાં સતત ચાર દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપર વાસ ધોધમાર વરસાદને લઈ નદીઓમાં આવ્યુ પુર હાઇવે રોડ સંપૂર્ણપણે ઠપ્પ થયો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર માં વરસાદ શરુ થયો છે. વિરામ બાદ ફરી વરસાદનું આગમન. રાજકમલ ચોક શક્તિ ચોક નાની બજાર વગેરે વિસ્તારોમાં વરસાદ . ગામ્ય વિસ્તાર કોંઢ બાવરી નારિચણા વગેરે ગામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. મહેસાણા જિલ્લામાં વહેલી સવાર થી વરસાદી માહોલ. જિલ્લાના ગામડા સહીત શહેરમાં વરસાદનું આગમન. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળ ધાર વરસાદ. મોઢેરા ચોકડી રાધનપુર રોડ પાલાવાસના શિવાલા સર્કલ સહીત ના વિસ્તારમાં સરું થયો વરસાદ.

પોરબંદરના બરડા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે પાણીની આવક. મજીવાણાં -સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં. બરડા પંથકમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક. બરડા પંથકના ગામોમાં ગઈ કાલે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. વાડી- ખેતરો માં પાણી ફરી વળ્યાં. મેઘરાજાની કૃપાથી ફરી બરડા પંથક પાણીથી તરબોળ. છોટાઉદેપુર : ઓરસંગ નદી બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક. છોટાઉદેપુર નજીક ચેકડેમ છલકાયો. ચેકડેમ ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં 11 તારીખે સીઝન નો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર એવા મનોરમાં મોહનતિએ જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ગુજરાતનો સિઝનનો ભારે વરસાદ થવાની આગાહી છે અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અને પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આજરોજ કચ્છ,મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ અમરેલી પોરબંદર નવસારી ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી ની અંદર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ અમરેલી સુરત નવસારી તાપી ડાંગ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ નું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા પાણીની

આવક ફરી એકવાર શરૂ થાય છે. સારા વરસાદના પગલે રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ પહેલેથી જ ઓવરફ્લો થયો છે. હવે સૌરાષ્ટ્રના ભાદર ડેમમાં નવા પાણીની આવક થાય છે અને સૌરાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદના કારણે જળાશયોના જળસ્તરમા વધારો થયો છે. સૌરાષ્ટ્રના ભાદર ડેમમાં નવા પાણીની આવક વધતા સપાટી 25.80 ફૂટ પર પહોંચી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *