શનિવારે ગુજરાતમાં ફરી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોવા મળશે મેધરાજાની તોફાની બેટિંગ જુઓ આજે ક્યાં-ક્યાં પડશે વરસાદની આગાહી હવામાન વિભાગ ની કરી મોટી આગાહી

આજે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.

જુઓ આજે કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

વધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે. એ સિવાય વડાલીમાં પોણા 2 ઇંચ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ, પોશીનામાં 1.5 ઇંચ, જેતપુર પાવીમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, કલોલમાં સવા ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વાવમાં 1 ઇંચ, પાટણમાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, બોડેલીમાં 1 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

આ જિલ્લાઓમાં મેઘરાજાની સવારી પહોંચશેજો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 19 ઓગસ્ટ એ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવો વરસાદ થવાની સંભાવના છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયુગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ

તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.

જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીનવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે,તેમજ વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.

સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તો મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *