શનિવારે અને રવિવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી લો પ્રેસર સક્રિય થતાં આવનારા પાંચ દિવસ ભુક્કા બોલાવી દે તેવા તોફાની વરસાદની કરાઈ આગાહી માછીમારોને આપવામાં આવી મોટી ચેતવણી…

ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે તેવુ હવામાન વિભાગનું માનવું છે. આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે આવતીકાલ 19 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરેનર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5,93,749 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. વધુ માત્રામાં પાણી ની અવાકને પગલે નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલીને નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. સાથે રિવરબેડ પાવર હાઉસ 44,462 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા નદીમાં 5,44,462 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

છેલ્લાં આઠ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયોરાજ્યનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે.

ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે. જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે.

રાજ્યના ૪૩ તાલુકામાં ‌સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદરાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૯૧ ઈંચ, ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં પ૩ ઈંચ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ નોધાયો છે, જેમાં કપરાડામાં ૧ર૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કચ્છ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ છ

જિલ્લામાં ‌સિઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં ગીર-સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ર૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં પ૩.ર૬ ઈંચ સાથે ૧ર૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં ‌સિઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવિરત ભારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા અવારનવાર વરસાદને લઈને ખૂબ જ ભારે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ગુજરાતની અંદર હજુ પણ આવનારા પાંચ દિવસ સારા એવા વરસાદને લઈને ખૂબ જ મોટી શક્યતા રહેલી છે

હવામાન વિભાગના જણા પ્રમાણે મળી રહ્યું છે કે અરબી સમુદ્ર ની અંદર વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે, રાજ્યની અંદર સારામાં સારો ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ ભારે વરસાદની લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અરવલ્લી વલસાડ નવસારી ડાંગ ની અંદર અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમાર ને પણ આવનારા કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. ખાસ ઉલ્લેખની આ વાત તો એ છે કે, રમણ વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર ગઈકાલે બપોરના સમયે ભારે વરસાદ આવ્યો હતો અને વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળ્યો હતો

એક વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તેમ જ અમદાવાદની અંદર આવેલા પશ્ચિમ વિસ્તારમાં મોડી સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબાર નગર આરટીઓ સર્કલ જુનાવાડજ નવાવાડજ રાણીક વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદની સાથે વરસાદ પડ્યો હતો. સેટેલાઈટ એસજી હાઇવે સરખેજ સનાથલ શાંતિપુરા બાકરોલ સહિતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડતા વાતાવરણની અંદર એક અલગ પ્રકારની ઠંડક પ્રસરી ગઈ છે.

શહેરની અંદર ભારે વરસાદને લઈને અખબાર નગર થી લઈને નવાવાડા તરફ જવાના રસ્તા ઉપર એક ઝાડ ધરાશે થયું હતું અને અચાનક ઝાડ પડતાની સાથે એક બાઇક ચાલક ઝાડ નીચે ફસાઈ ગયો હતો તેમાં સ્થાનિક દુકાનદાર ની મદદથી આને પોલીસની મહેનત દ્વારા તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને 108 ની મારફતે હોસ્પિટલ ની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે અનેક પ્રકારની અરજીઓ કરવા છતાં પણ આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *