શનિવારે અને રવિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની કરી મોટી આગાહી ગુજરાતમાં ફરી જામશે ચોમાસું, આ તારીખે રાજ્યના આ ભાગમાં વધશે વરસાદનું જોર

હવામાનની આગાહી અનુસાર રાજ્ય (Gujarat) માં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીએમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.

બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલએ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’

વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

ચોમાસાની ઋતુના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધીમીધારે વરસતા મહુવામાં દોઢ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સિટીમાં લિંબાયતમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહીફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં સર્વત્ર ઓછા વધતા પ્રમાણમાં મેઘ મહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજા રાઉન્ડમાં મેઘ મહેર જોવા મળી હતી.

કામરેજ, પલસાણામાં 0.75 ઇંચ, બારડોલીમાં અડધો ઇંચ તેમજ અન્ય તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૃ થયો છે. અને છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધતા આજે ઠંડક પ્રસરતા રાહત અનુભવાઇ હતી.

જ્યારે સુરત શહેરમાં આખો દિવસ મિશ્ર હવામાન નોંધાયુ હતુ. કયારેક ધોમધખતો તાપ પડતો હતો. તો કયારેક વાતાવરણ બદલાઇને વાદળીયુ નોંધાતુ હતુ. આવા વાતાવરણ વચ્ચે મેઘરાજાની પણ આવન જાવન ચાલુ રહી હતી. જેમાં લિંબાયતમાં 1.5 ઇંચ, વરાછા બીમાં 1 ઇંચ, અઠવામાં પોણો ઇંચ તેમજ અન્ય ઝોનમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આવન જાવન વચ્ચે આજે સુરત શહેરનું તાપમાન 31.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા, હવાનું દબાણ 1001.1 મિલીબાર અને પશ્રિમ દિશામાંથી કલાકના ચાર કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *